ગાય ની પૂજા કરનાર દેશની સરકાર તેનું માંસ વહેંચી પૈસા કમાઇ છે : શંકરાચાર્ય

0
102

ગૌમાંસ ના વેંચાણ માં ભારત પુરા વિશ્ર્વમાં પ્રથમ સ્થાન પર છે તેવો દાવો કરતા દ્વારકા શારદાપીઠ ના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતી ગઇકાલે શુક્રવારે જણાવ્યું કે : દુર્ભાગ્ય ની વાત છે કે ગાય ની પૂજા કરવાવાળો દેશ ની સરકાર તેનું માંસ વહેંચી વિદેશી મુદ્રા કમાવામાં લાગી છે. હરિદ્રાર માં એક કાર્યક્રમ દરમિયાન લોકોને સંબોધિત કરતા શંકરાચાર્યએ જમાવ્યું દેશના ઘણા રાજયોમાં ગૌ હત્યા ઉપર પ્રતિબંધ છે. પરંતુ તેમ છતાં આજે દેશ વિશ્ર્વમાં ગૌમાંસના વહેંચાણમાં પ્રથમ સ્થાન ઉપર છે. તેમણે વધુમાં જણાવ્યું : ગાયનું જીવન સંકટ માં આવી ગયું છે. અને સરકાર ગામ ગામ માં ગૌચર ની જમીન બિલ્ડરો, ઉદ્યોગપતિઓને વહેંચી રહી છે. તેમણે નરેન્દ્ર મોદી ઉપર જણાવ્યું કે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૌરક્ષકોને ફર્જી અને ગુંડા કહે છે. દેશમાં ચૂંટી કાઢેલ સરકાર છે. જનતાના હિતો નું ધ્યાન રાખવું જોઇએ. તેના બદલે પૈસા બનાવવામાં પડી છે.
તેમણે સરકાર દ્વારા દેશનીમખ્ય નદિયો માં બંધ બનાવી અઇને વિજળી પેદા કરી પૈસા કમાવવાનો આરોપ લગાવ્યો છે. આ નદિોય નું પાણી દૂષિત થઇ રહ્યું છે. દેશનો વિકાસ થવો જોઇએ. અમારી પ્રાથમિકતા દેશને અનાજ અને પાણી ઉપલબ્ધ કરાવવાની હોવી જોઇએ. આધુનિક ખેતી ના નામે રાસાયણિક ફસલ ઉગાડવામાં આવે છે. સરકારનું ધ્યાન આ બાબતે નથી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS