પાકિસ્તાન મામલે નહેરુ વાળી ભૂલ કરે છે મોદી : શંકરાચાર્ય

0
151

દ્વારકાપીઠ ના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતી એ જણાવ્યું કે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ફરવાનું છોડી દેશ ને પાકિસ્તાન સામે યુદ્ધ માટે તૈયાર કરવા જોઇએ.
તેમણે વધુમાં ઉમેયું કે : લોકોને આશાહતી કે પાકિસ્તાન અને વિદેશ નીતિ મામલે કોંગ્રેસ સરકાર માં જે ભૂલો થઇ, મોદી સરકાર તેને સુધારશે પરંતુ હવે લાગી રહ્યું છે કે મોદી ની વિદેશ નીતિ પણ આધારહીન છે.
સોમવારે મીડિયા સાથે ચર્ચા કરતા શકંરાયાર્ય એ જણાવ્યું કે પાકિસ્તાન ના મામલે પ્રધાનમંત્રી મોદી તે ભૂલ દોહરાવે છે. જે ચીન સાથે પંચશીલ સમજોતા સમયે પંડિત જવાહર લાલ નહેરુ એ ભૂલ કરી હતી.
પરંતુ દેશના વિકાસમાંનહેરુનું યોગદાન છે. પરંતુ ચિને ભારત સાથે દગો કર્યો અને 1962 માં લડાઇમાં આપણે હારી ગયા તે ભૂલ મોદી જી કરી રહ્યા છે. ચીન અને રુસ પાકિસ્તાન સાથે મળેલા છે.
અમેરિકા પાકિસ્તાન સૈન્ય અને આર્થિક મદદ કરે છે. પરંતુ ભારત અમેરિકાના ભરોષે બેઠું છે. શંકરાચાર્યે જણાવ્યું દરેક મોર્ચે મોદી સરકાર નિષ્ફળ નીવડી છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS