શાસ્ત્ર પૂજન કાર્યક્રમ : રૂદ્ર સેતુ ફાઉન્ડેશન અને વૈદિક વિદ્યા પ્રતિષ્ઠાન દ્વારા

0
90

રાજકોટ : રૂદ્ર સેતુ ફાઉન્ડેશન અને વૈદિક વિદ્યા પ્રતિષ્ઠાન દ્વારા તા. 11-10-2016 ના વિજયા દશમીના પવિત્ર દિવસે ગૌધુલિક વિજય મુહર્તમાં રાજકોટના હેમુગઢવી હોલ ખાતે સાંજે 4.30 થી 6.00 કલાક દરમિયાન શાસ્ત્ર પૂજન સાંસ્કૃતિક સિંચનના પુજા અર્ચનનો કાર્યક્રમ રાખેલ છે. સમગ્ર ગુજરાતમાં શાંતિ, એકતા, અખંડિતતા અને સદભાવના તથા પ્રગતિ સતત જળવાય રહે ગુજરાતનું ગૌરવ દેશ વિદેશમાં વધતું રહે સાથે ગુણાત્મક કાર્યક્રમનું આયોજન થતું રહે આ વિષેશ હેતુને ધ્યાનમાં લઇ પ્રાચીન પરંપરા મુજબ વેદ પાઠી પંડિતો તથા વિદ્યાનોના મંત્રોચ્ચાર સાથે લબ્ધ પ્રતિષ્ઠિત આગેવાનો તથા પ્રજાના પ્રતિનિધી તેમજ સંતો, મહંતો અને ગુરુજનો તથા સેવકોની ઉપસ્થિતીમાં શાસ્ત્ર પૂજન કરવામાં આવશે.
પરમ પૂજય પ્રાત : સ્મરણીય અનંત શ્રી વિભૂષીત જયોતિષ એવંમ શ્રી શારદાપીીઠ દ્વારીકા જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરુપાનંદ સરસ્વતીજી મહારાજ ના અંગત સંચિવ અને કૃપાપાત્ર શિષ્ય દંડી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી તથા સંતો, મહંતોની ઉપસ્થિતીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તો નગરજનોએ ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.
સમગ્ર કાર્યક્રમ રાજેન્દ્રભાઇ ત્રિવેદી, હિરેનભાઇ જોષી, હેમેન્દ્રભાઇ જોષી, જીજ્ઞેશભાઇ દવે, જીતેન્દ્રભાઇ રાવલ, નરેશભાઇ દવે, જનકભાઇ મહેતા, દિવ્યાંગભાઈ ભટ્ટ, કિશોરભાઇ ભટ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું છે.

NO COMMENTS