શિલ્પા શેટ્ટી કુંદ્રા ના પિતા સુરેન્દ્ર શેટ્ટી નું અવસાન

0
142

અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા ના પિતા સુરેન્દ્ર શેટ્ટી નું આજે મંગળવારે તા. 11 ઓકટો.ના રોજ અવસાન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમણે મુંબઇના કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જયાં તેમનું અવસાન થયું છે. શિલ્પા અને તેની બહેન તેમનાથી બહુ જ નજીક હતા. સુરેન્દ્ર શેટી ને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ નિપજયું હતું. તેમણે તેમની પાછળ પત્ની સુનંદા અને બે દિકરી શિલ્પા અને શમિતા ને છોડી ગયા છે. આ શેટ્ટી પરિવાર માટે દુ:ખદ સમાચાર છે.
સુરેન્દ્ર શેટ્ટી એક બીઝનેશમેન હતા. તેમની દિકરી શિલ્પાના આદર્શ હતા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS