શિવ ભકત યુવા ગ્રુપ દ્વારા ભારત માતા ના ફોટા મંદિરોમાં વિતરણ

0
293

રાજકોટ : રાજકોટ માં કાર્યરત એવા એક અનોખા શિવભકત ગ્રુપ દ્વારા રાષ્ટ્રીય જાગૃતિ અભિયાન અંતર્ગત રાજકોટ ના સી.જે. ગ્રુપના ઉપક્રમે રાષ્ટ્રીય ભાવના જગાડવા રાજકોટના તમામ મંદિરોમાં ભારત માતાના ફોટા આપવામાં આવી રહ્યા છે. જેમાં શિવ ભકત ગ્રુપ ના મહેન્દ્ર આયલાણી, હિરેન પટેલ, ચિરાગ ધામેચા, ભાવેશ બાંભવા હાજર રહી મંદિરોમાં ભારત માતાના ફોટા નું વિતરણ કાર્ય કર્યું હતું.
રાજકોટમાં વિવિધ સેવાકિય કાર્યક્ષેત્રે હર હંમેશ આગળ રહેનાર સી.જે. ગ્રુપ દ્વારા આ એક અનોખી નવીન પહેલ કરવામાં આવી છે જેના દ્વારા દેશપ્રેમ ને વિકસાવવાની ભાવના સાથે આ સદકાર્ય નો પ્રારંભ કરાયો છે. જયારે શિવ ભકત ગ્રુપ ના યુવા મહેન્દ્ર આયલાણી આ પ્રોજેકટ બાદ પણ રાષ્ટ્ર ને સમર્પિત પ્રવૃતિઓ કરવામાં આવશે તેમ એક યાદીમાં જણાવ્યું હતું.

NO COMMENTS