શ્રાધ્ધ પક્ષ માં ભૂલથી પણ ન કરો અમુક કામો

0
297

17 સપ્ટેમ્બર થી પ્રારંભ થયેલ શ્રાદ્ધ પક્ષ અને આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધી શ્રાધ્ધ ચાલનાર છે. શાસ્ત્રોનું એવુ માનવું છે કે, શ્રાધ્ધ પક્ષ માં પિતૃ એટલે કે અમારા પૂર્વજો પરલોકમાં રહે છે. આપણા પરિવારને મળવા પૃથ્વી ઉપર આવે છે. અને આપણીવચ્ચે રહે છે. પિતૃ ને દેવતા સમાન જ માનવામાં આવે છે. અને કહેવાય છે કે પિતૃ જેટલા જલ્દી ખુશ થઇ જાય છે એટલા જ જલ્દી નારાજ પણ થઇ જાય છે. પિતૃના નારાજ થવાની ધન, સંતાન, પારિવારીક સુખ, સ્વાસ્થય ને નુકશાન પહોંચે છે. એટલે શાસ્ત્રો કહે છે પિૃતમાસમાં અમુક કામો ન કરવા જોઇએ.
– શ્રાધ્ધ પક્ષમાં કોઇ ભોજન,પાણી માંગે તો તેને ખાલી હાથ જવા ન દેવા જોઇએ, કહેવાય છે કે પિતૃ કોઇપણ સ્વરુપે આવે છે. અને પરિવાર વચ્ચે રહે છે. અને તેની પાસેથી પાણીની ઇચ્છા રાખે છે.
– ગાય,કુતરા, બિલાડી, કાગડા ને શ્રાધ્ધ પક્ષમાં મારીને ભગાડવા ન જોઇએ, પરંતુ તેને ખાવાનું આપવું જોઇએ.
– માંસાહારી ભોજન, માછલી, ઇંડા, માંસ થી દૂર રહેવું જોઇએ.
-દારુ અને નશીલા પદાર્થો થી દૂર રહેવું
– પરિવારમાં કલેષ થી દૂર રહેવું
– બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ સ્ત્રી પુરુષ સંબંધ થી બચવું જોઇએ.
– નખ, વાળ, મૂંછ, દાઢિ ન કરવી જોઇએ કારણ કે શ્રાધ્ધ પક્ષ પિતૃને યાદ કરવાનો મહિનો છે આ રીતે શોક વ્યકત કરી શકાય છે.
– પિતૃમાસમાં જે ભોજન બનાવી તેનો એક ભાગ ગાય,કુતરાને ખવડાવવો જોઇએ.
– ભૌતિક સુખની વસ્તુ, સોનાના આભુષણો, નવા વસ્ત્રો, વાહન ખરીદવું સારું નથી, કારણ કે શોક કાળો હોય છે.

NO COMMENTS