આઇન્સ્ટાઇન શ્રદ્ધાળુ ભકત હતો

0
82

(શ્રી ગુણવંતભાઇ શાહ-પ્રતિષ્ઠિત લેખક)

સૂરજ આથમવાની તૈયારીમાં હતો. સાગરના કિનારે પ્રાર્થના કરી રહેલા સાધુને કોઇ નાસ્તિકે પૂછયું : ‘ભગવાન છે એની તમને ખાતરી છે?’ સાધુએ જવાબ આપ્યો : ‘આ સામે તેજોમય આકાશમાં લાલચોળ સંધ્યા દેખાય છે, તે ભગવાનનું ચિત્રકામ છે. જયાં નદીઓ વહે છે ત્યાં મને ભગવાની કરુણા વહેતી હોય એવો ભાવ જાગે છે. વાદળોની ગર્જનામાં મને અજ્ઞણળજ્ઞ સાદ સંભળાય છે. ઊંચા ઊંચા શિખરો પર થીજેલા બરફની ચાદર પર મને ધ્યાનસ્થ શિવ બેઠા હોય એવું લાગે છે. વૃક્ષોને પાંદડે પાંદડે મને પરમેશ્ર્વરનાં દર્શન થાય છે. કોઇ માતા નજરે પડે ત્યારે મને પ્રેમસ્વરૂપ પરમેશ્ર્વરની પ્રતીતિ થાય છે. સમગ્ર સૃષ્ટિમાં જયાં જયાં નજર પડે ત્યાં ત્યાં મને અજ્ઞણળજ્ઞ અણસારા વરતાય છે. મને રાતની નીરવતામાં ભગવાનના ભણકારા સંભળાય છે.’ ભગવાનના ભણકારા સાંભળી શકે તે ભકત !માણસ શ્રદ્ધા વિના તરી ન શકે અંધશ્રદ્ધા વિના ડૂબી ન શકે. શ્રદ્ધા વગરનો કોઇ નાસ્તિક હજી પેદા નથી થયો. વિમાનમાં મુસાફરી કરનાર નાસ્કિતને પણ વિમાન બનાવનાર કંપની પર, વિમાન ચલાવનાર પાઇલટ પર અને એરપોર્ટ પર કેબિનમાં બેસીને રડાર પર વિમાનની ગતિ નીરખનાર સ્ટાફ પૂરેપૂરી શ્રદ્ધા હોય છે. ટ્રેનમાં લાંબી મુસાફરી દરમ્યાન પોતાના પાટિયા પર રાતે નિરાંતે સૂતેલા આદમીને એંજિન ડ્રાઇવર પર અને ઝડપભેર પસાર થતાં અનેક સ્ટેશનો આગળ પાટો બદલનારા સિગ્નલમેન પર શ્રદ્ધા હોય છે.શ્રદ્ધા જીવન દ્રવ્ય છે. અંધશ્રદ્ધાને કારમે શ્રદ્ધા જેવી ઉમદા બાબત અમથી વગોવાય છે. નાસ્તિકને પણ ‘ઇશ્ર્વર નથી’ એવી પાકી શ્રદ્ધા હોય છે. એની કહેવાતી અશ્રદ્ધા પણ આંધળી હોઇ શકે છે.
કાર્લ સેગન જેવા વિજ્ઞાનઋષિએ ઇશ્ર્વરની સાબિતી માગનારા લોકોને એક જ વિધાનમાં બધું કહી દીધું : ‘પુરાવાઓનો અભાવ એ કંઇ અભાવનો પુરાવો નથી’ (અબતયક્ષભય જ્ઞર યદશમફક્ષભય શત ક્ષજ્ઞિં યદશમયક્ષભય જ્ઞર ફબતયક્ષભય.) આજનો ટેકનોમાનવ થોડોક સાબિતીઘેલો છે. કયારેક એ શ્રદ્ધાને સામે છેડે બુદ્ધિને મૂકી દે છે. ખરી વાત એ છે કે બુદ્ધિની સૂક્ષ્મતમ કક્ષાએ જ શ્રદ્ધાનો ઉદય થતો હોય છે. બુદ્ધિ સાબિતીની સહચારિણી છે, જયારે શ્રદ્ધા પ્રતીતિની પૂજારણ છે. બંને વચ્ચે બાપેમાર્યા વેર નથી. કોઇ ન્યાયમૂર્તિ કેસનો આખરી ચુકાદો આપે ત્યારે સાબિતી કે પુરાવા પર ખાસો આધાર રાખ્યા પછી પણ અંદરથી ઊગેલી પ્રતીતિની અવગણના નથી કરતો. સાબિતીના શિખર પર પ્રતીતિ વિરાજમાન છે. બુદ્ધિદેવીના મંદિર પર શ્રદ્ધાની ધજા હૃદયાકાશમાં ફરફરતી રહે છે. માતાના પ્રેમની સાબિતી ન હોય, એની પ્રતીતિ જ હોય, આમ કહેવામાં સાબિતીનું અવમૂલ્યન નથી.
કાર્લ યુંગ જેવા અધ્યાત્મવાદી મનોવિજ્ઞાનીએ જીવનના અંતભાગે પત્રકારને મુલાકાત આપી ત્યારે થયેલો સંવાદ કાન દઇને સાંભળવા જેવો છે :
પત્રકાર : ‘પ્રોફેસર યુંગ ! તમારા લખાણોમાં ધર્મનું સુગંધ વરતાય છે. શું તમે ભગવાનમાં માનો છો ?’
કાર્લ યુગં : ‘હું ભગવાનમાં માનતો નથી. માનવાનો પ્રશ્ર્ન તો ત્યારે જ ઉપસ્થિત થાય છે, જયારે આપણે એવું વિચારીએ છીએ કે અમુક બાબત સાચી છે, પરંતુ એ માટે પૂરતા પુરાવા નથી, ના, ના ! હું ભગવાનમાં માનતો નથી, હું તો જાણું છું કે ભગવાન છે અને છે.’
આ જવાબમાં શ્રદ્ધાનો પવિત્ર રણકો સાંભળવા મલે છે. કાર્લ યુંગના ઘરે આઇન્સ્ટાઇન રાત્રિભોજન માટે જતા અને બંને વચ્ચે સાપેક્ષતાની વાતો પણ થતી. શ્રદ્ધાનું હાર્દ ગીતાના સત્તરમા અધ્યાયમાં પ્રગટ થયું છે. કૃષ્ણ કહે છે : ‘હે અર્જુન ! બધા મનુષ્યોની શ્રદ્ધા તેમના અંત:કરણની સત્વશીલતા મુજબની (લણ્મળણૂ્યક્ષળ) હોય છે. પ્રત્યેક મનુષ્ય શ્રદ્ધામય છે. ( હથ્ળપ્રૂળજ્ઞ’ર્રૂૈ ક્ષૂ્યર.)જેવી અને શ્રદ્ધા તેવો તે હોય છે.’ નાસ્તિક માટે ‘અશ્રદ્ધાળુ’ (નોન બિલિવર) શબ્દ પ્રયોજાય તે બરાબર નથી. હવે ‘નાસ્તિક’ની વ્યાખ્યા બદલવી પડશે. જેને ઇશ્ર્વરમાં શ્રદ્ધા ન હોય, પણ માનવામાં શ્રદ્ધા હોય, તેવા માણસ ભગવાનમાં ન માનતો હોય તોયે ‘આસ્તિક’ ગણાય. જો આપણે માનવને ઇશ્ર્વરના સુંદરતમ પ્રતિનિધિ તરીકે જોતાં હોઇએ તો માનવ પ્રત્યેની નિસબત બહુ મોટી વાત છે. માનવીની ગુણવત્તાનો સઘળો આધાર તેની શ્રદ્ધાની ગુણવત્તા પર રહેલો છે.
ગોપીનાથજી કાશ્મીરના શૈવપંથી સંત હતા. તેઓ ખૂબ ઓછું બોલતા, પણ જે બોલતા તે અત્યંત મૂલ્યવાન બની જતું. એમણે કહેલું કે માણસે અધ્યાત્મમાં પ્રવેશ કરતા પહેલા નીતિમાન બનવું જોઇએ. ગોપીનાથજીએ નીતિમાન બનવા પર ભાર મૂકવા માટે કાશ્મીરી ભાષાના ત્રણ શબ્દો પ્રયોજેલા :
(1) સેઝાર, એટલે કે નિખાલસ અને નિષ્કપટ હોવું.
(2)પઝાર, એટલે કે સત્યમય અને પ્રામાણિક હોવું.
(3) શોઝાર, એટલે કે નિર્મળ હોવું, મમતારહિત હોવું.
ગોપીનાથજી માનતા કે શાંતિ એ જ ભવાન છે.
સોફોકલીસ માનતો કે સત્ય હંમેશા સૌથી ‘મજબૂત દલીલ’ છે. જે સત્યવાદી હોય તેનો પ્રભાવ પડે તે વાતનું આ જ રહસ્ય છે. સાધક પ્રતિક્ષણ પોતાની શ્રદ્ધાને માંજી માંજીને સ્વચ્છ બનાવતો રહે છે. ગીતામાં કૃષ્ણ કહે છે : લટ્ર શબ્દ સદભાવમાં અને સાધુભાવમાં પણ પ્રયોજાયછે. કલ્યાણકારક કર્મો માટે પણ લટ્ર શબ્દ પ્રયોજાય છે. અશ્રદ્ધાથી યજ્ઞ, દાન,તપ કે જે કંઇ કરવામાં આવે તે અલટ્ર કહેવાય છે.’ આમ, શ્રદ્ધાનો નાળસંબંધ લટ્ર સાથે રહેલો જણાય છે. આ છે ‘સત્ત્વાનુરૂપા’ શ્રદ્ધા !પૃથ્વી પરથી વિજ્ઞાનીઓ રોકેટયાન આકાશમાં રવાના કરે છે. એ રોકેટયાનમાં બેઠેલા અવકાશયાત્રીઓને વિજ્ઞાનીઓ પર જબરી શ્રદ્ધા હોય છે. વિજ્ઞાન પણ શ્રદ્ધાવિહોણું નથી હોતું. આઇન્સ્ટાઇન પરમ શ્રદ્ધાળુ ઇશ્ર્વરભકત હતો. શ્રદ્ધા અને વિજ્ઞાન વચ્ચે કોઇ આંતરવિરોધ નથી. આઇન્સ્ટાઇન કહે છે : ‘મારી વૈજ્ઞાનિક શોધ તથા મારી થિયરીઓની રચનામાં પ્રેરણા અને માર્ગદર્શનના મુખ્ય સ્ત્રોત તરીકે માં ગીતા ઉપરાંત સંસ્કૃત સાહિત્યને સામે રાખ્યાં હતાં.’

NO COMMENTS