શ્રી કૃષ્ણ સ્વયં સંતના સ્વરુપમાં બિરાજે છે

0
121

જીવનના ઉદ્ધાર માટે સંતવાણી સાધને છે. સંતોની ઓળખાણ તેના બહારના લક્ષણો ઉપરથી નહીં પરંતુ જેઓ હંમેશા સચ્ચિદાનંદના રુપમાં રહે છે. તેના ઉપરથી થાય છે. સંતો અનેક નામ જેવા કે, સંત,રુષિ, મુનિ, સાધુ, ભકત, યોગી, જ્ઞાની, સ્થિતપ્રજ્ઞ વગેરે નામથી ઓળખાય છે. તેઓની કૃપાની મૂર્તિ હોય છે. વેર રાખતા નથી. સુખ દુ:ખમાં પ્રસન્ન રહે છે. સત્ય જીવન જીવે છે. હંમેશા શાંત, સ્થિર બુધ્ધિ, તથા ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી રહે છે.
ભવસાગર તરવા, પ્રભુ પાસે પહોંચવા, અને સાચું જ્ઞાન કે ગુરુમંત્ર મેળવવા, સંત અથવા ગુરુની જરુર રહે છે. જે લોકો આ ઘોર સંસાર સાગરમાં ડૂબેલા રહે છે. તેમને માટે બ્રહ્મવેતા અને શાંત સંત જ એક આશ્રય છે. સંત નૌકા સમીન છે. જે રીતે અન્નથી પ્રાણી માત્રની રક્ષા થાય છે તે રીતે સંતો સંસારીઓની રક્ષા કરે છે.
ભગવાની શ્રી કૃષ્ણ ભાગવતમાં કહે છે. સ્વયં હું પોતે સંતના રુપરમાં રહું છું. જે પ્રભુનું સ્વરુપ છે તે સંતનું સ્વરુપ છે. સંતો હંમેશ અપરિગ્રહી, શાંત, બ્રહ્મનિષ્ઠ તથા સંસારને પવિત્ર કરવાવાળા હોય છે. ગુરુ સાક્ષાત ભગવાન છે. ગુરુ વિના જ્ઞાન નહિં. જ્ઞાનનો દિવો લઇને ગુરુ ઉભા રહે છે. આપણા અંધકારને મટાડે છે.
આપણે જે જોવા ઇચ્છીએ છીએ તેઓ દેખાડે છે. સંત પુરુષો ગુરુની સેવા કરવાથી પ્રભુના સ્વરુપનું જ્ઞાન થાય છે. ભગવાન કહે છે કે સંતો મારું સ્વરુપ છે. તેટલું જ નહીં પરંતુ હું તેઓને ભજું છું. ભગવાન કહે છે જે સંતોનો કોઇ પ્રકારની આશા નથી. જે જગતના ચિંતનમાં રહેવાના બદલે મારામાં જ તલ્લીન રહે છે. જે સમદ્રષ્ટિ રાખીને કહે છે. તેવા મહાત્માઓની પાછળ પાછળ હું હંમેશા એ વિચારથ ફરું છું કે તેના ચરણોની રજ મારાપર પડે અને હું પવિત્ર બની જાઉં. આ છે સંત મહિમાં.
સંતવાણીમાં, સંત વચનોમાં એવી દૈવિ શકિત હોય છે કે માનવમાં આવેલી દાનવતાને બાળી ભસ્મ કરી નાખે છે. અને માનવમાંથી માનવને મહામાનવ બનાવી નાખે છે.
સંતોનું લક્ષ્ય એકમાત્ર પરમાત્મા હોય છે. સર્વેમાં પ્રભુનું દર્શન કરે છે. સંતો ભગવાનને પોતાનું દિલ આપીને રહે છે.
સંત માટે કહેવાયું છે કે, જેમ તણખલું પગની નીચે કચડાઇને રહે છે. અને કોઇના માથા ઉપર બેસવાની આશા નથી. તેમ સંત પોતાની જાતને તણખલાથી પણ નાનું અને નીચું માને છે. તે રીેત સંતોનુ હદય પ્રભુ છે. જો પ્રભુકુપા થાય તો સંતનું મિલન થાય.
સંતોની ચરણ રજ મળે તો આપણું અંત:કરણ પણ પવિત્ર અને શુધ્ધ બની જાય. આપણે શરણ સ્વીકારી, નાના બનીને બુધ્ધિને છોડી દઇને, જીજ્ઞાસુ બનીને, સંતોને આધીન થઇ જઇએ તો સંત આપણે સંત બનાવી દે છે.
ઇશ્ર્વર બધું સહન કરી લે છે. પરંતુ સંત ઉપર જો આક્ષે, અપમાન કે નિંદા કરવામાં આવે તો પ્રભુ સહન કરી શકતા નથી. કારણ કે સંત તો ઇશ્ર્વરનો વૈભવ છે.
સંતો પ્રભુને પ્રાણથ વધુ પ્યારા હોય છે. સંત શુક્રદેવજીને ગર્ભમાંથી બહાર આવતા માટે વિનંતી કરવા પ્રભુએ પોતે આવવું પડેલું તેવો સંતનો મહિમા છે. સંતોની થોડિક ક્ષણો રહેવા માટે મળી જાય તો તેની સરખામણીમાં સ્વર્ગ અથવા મોક્ષનું સુખ પણ તુચ્છ લાગવા માંડે છે.
સંતોના સત્સંગનો લાભ મળતો થઇ જાય તો તેમની વાણીનો લાભ મળે, તો ભગવાન મળવામાં તો કોઇ વિધ્ન રહે જ નહીં. પરંતુ અનેક પ્રકારની સરળતાઓ અને સગવડતા થઇ જાય તેથી જ સત્સંગનો મહિમાં પણ અપરંપાર છે.
પ્રભુ સાથે આસકિત પ્રેમ કરવાનો છે. સત્સંગનો અર્થ છે કે સંતનું જે જ્ઞાન છે. તેને આપણી મા બનાવ, બાપ બનાવો. મતલબ કે સંત પાસેથી જીવન નિર્માણની શિક્ષા લેવાનો છે.
સ્તસંગનો અર્થ છે કે, સંબંધ, પ્રિયતા અથવા આસકિત ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે, જે વિષયનું ધ્યાન કરશો તે વિષયની આસકિત થઇ જશે ? આ રીતે પ્રભુ સાથે સંબંધ, પ્રિયતા કે આસકિત થઇ જવી તેનું નામ સત્સંગ સામાન્ય રીતે આપણે સમજીએ છીએ કે સત્સંગ એટલે કથામાં જવું પરંતુ સત્સંગ સાંભળવાનો નથી. પરંતુ કરવાનો છે. માટે તો સતસંગ કહેવામાં આવે છે.

NO COMMENTS