શ્રીનગરમાં એસએસબી ના કાફલા ઉપર આતંકી હુમલો

0
38

કાશ્મીર ધાટીમાં ફરી શુક્રવારે ગઇકાલે સાંજે આતંકિયોએ સુરક્ષાદળો ને નિશાન બનાવ્યા હતા અને હુમલો કયો હતો. આ હુમલામાં સશસ્ત્ર સીમા દળ નો એક જવાન શહીદ થયા છે. જયારે 8 જવાન ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અલ ઉમર મુઝાહુદીન સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે. સંગઠને ફોન કરી આ હુમલાની જવાબદારી જણાવી હતી.
શ્રીનગર ના જકૂરા વિસ્તારમાં કાનુન વ્યવસ્થા જાળવવા તૈનાત જવાન પોતાની ડયૂટી કરી પાછા ફરતા હતા. ત્યારે આ દરમિયાન આતંકીઓએ નિશાના બનાવ્યા હતા. હુમલામાં એક જવાન શહીદ અને 8 જવાન ઘાયલ થયા છે જેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS