સિક્કિમ દેશનું સૌથી વધું સ્વચ્છ રાજય : સર્વેક્ષણ ગ્રામીણ -2016 રિપોર્ટ

0
60

દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સિક્કિમ દેશનું સૌથી વધું સ્વચ્છ રાજય જણાયું છે. તથા તેના ચાર જિલ્લા સાફ સફાઇ માં 10 જિલ્લામાં ગણતરી કરવામાં આવી હતી. પીવાનું પાણી તથા સ્વચ્છતા મંત્રાલય દ્વારા કરાયેલા સર્વેક્ષણ ગ્રામીણ -2016 રિપોર્ટ મુજબ સિક્કિમ ને 100 માંથી 98.2 ટકા અંક આપવામાં આવ્યો છે. આ રેકિંગ સ્વચ્છતા, શૌચાલયો વાળા ઘરો, ના આધાર પર આપવામાં આવ્યો હતો.
સિક્કિમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે પારિવારીક તથા સામુદાયિક શૌચાલયો નો ઉપરયોગ કરવાવાળા તથા શૌચાલયોનો ઉપયોગ કરવાવાળા પરિવારો ના આધાર ઉપર સિક્કિમ ને સો માંથી સો અંક મળેલ છે.
એક સર્વેક્ષણમાં રાજય ના બધા જિલ્લા સ્વચ્છતા બાબતે 10 જિલ્લામાં નિરિક્ષણ કરાયું હતું. ગ્રામીણ ભારત ના સર્વોતમ પ્રદર્શન કરવાવાળા જિલ્લાને સ્વચ્છતા બાબતે અવલોકન કરાયું હતું. મુખ્યમંત્રી ચામલિંગે જણાવ્યું કે તેના દ્વારા રાજય સરકારે બધા ગ્રામસભાઓને પોતાના એજંડામાં સ્વછતા ને અગ્રતા આપવા જણાવાયું છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS