અનિંદ્રા-ઊંધ ન આવવી

0
638

– સુતા પહેલાં ઠંડા પાણી વડે હાથપગ ધોઇ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંધ આવી જાય છે.
– થોડું જાયફળ પાણી સાથે લેવાથી ઊંધ તરત આવી જાય છે.
– કાંદાનું રાયતું રાત્રે ખાવાથી સરસ ઊંધ આવે છે.
– પીપરીમૂળના ચૂર્ણની ફાકી લેવાથી અને પગે દીવેલ ઘસવાથી સારી ઊંધ આવે છે.
– ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંધ આવી જાય છે.
– કુમળાં વેંગણને શેકી, મધમાં મેળવીને સૂતી વખતે લેવાથી સરસ ઊંધ આવી જાય છે.
– વરીયાળી, દૂધ અને સાકરનું ઠંડુ સરબત પીવાથી ઊંધ સારી આવે છે.
– જાયફળ, પીપરીમૂળ, તથા સાકરનું ચૂર્ણ દૂધમાં નાખી ગરમ કરી સૂતી વખતે પીવાથી ઊંધ આવી જાય છે.
– 2 થી 3 ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ અથવા સાકર અને ઘી સાથે સૂતી વખતે લેવાથી ઊંઘ સરસ આવે છે.
– ખૂબ વિચાર, વાયુ કે વૃદ્ધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી રાતની ઊંઘ ઊડી જાય ત્યારે ગંઠોડાનું ચૂર્ણ ર ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.
– દુધમાં ખાંડ તથા ગંઠોડાનું ચૂર્ણ નાખી ઉકાળીને પીવાથી ઊંધ આવે છે.
– રાતના સુતી વખતે મધ ચાટવાથી ઊંઘ જલ્દી આવી જાય છે.

NO COMMENTS