સ્મૃતિ ઇરાની ઉપર બંગડીના ઘા કરાયા : ખેડૂતોના દેણા માફ કરોના નારા લગાવાયા

0
22
Smriti Irani on Gujarat visit
Smriti Irani on Gujarat visit

કેન્દ્રિય કપડા મંત્રી અને ભાજપની તેજ મહિલા નેતા સ્મૃતિ ઇરાની ગુજરાત રાજયના પ્રવાસે છે ત્યારે અમરેલિ જિલ્લામાં યોજાયેલી એક જાહેર સભા દરમિાયાન ત્યાંના એક સ્થાનિક યુવકે તેના ઉપર બંગડીઓના ઘા કરી નારેબાજી કરી હતી. પોલીસે કેતન મકવાણા નામના આ યુવકને ગીરફતાર કર્યો હતો. મોદી સરકારની ત્રણ વર્ષની ઉપલબ્ધિયો જનતાને જણાવવા માટે આયોજીત દેશવ્યાપી સબકા સાથ સબકા વિકાસ સંમેલનમાં આયોજીત કાર્યક્રમમાં સરકારની ખેડૂત સંબંધી નિતીયો ને લઇ ને ભાષણ અપાઇ રહ્યું હતું ત્યારે તેના ઉપર બંગડીયોના ઘા કરાયા હતા. અને ખેડૂતેનો દેવું માફ કરો ના નારા લગાવવામાં આવ્યા હતા. આ બનાવ બાદ પોલીસે તુરંત પકડી પાડેલ. ગુજરાતમાં પાટીદાર આરક્ષણ આંદોલન થી જોડાયેલા નેતાઓ એ સ્મૃતિ ઇરાનીનો આવી જ રીતે વિરોધ કરવાની જાહેરાત કરાઇ હતી. તેમનું જણાવવું હતું કે પૂર્વ સરકારમાં મંત્રિયો ને બંગડીયો મોકલનાર સ્મૃતિ ઇરાની હવે પી.એમ. અને ભાજપા અધ્યક્ષ અમિત શાહ ની સરકાર ની નિષ્ફળતા માટે બંગડીઓ મોકલવી જોઇએ. સંમેલનમાં તેમનો દાવો હતો કે મોદી સરકારમાં મહિલાઓનું સન્માન અને યુવાનોના સપના પુરા થયા છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS