કોંગ્રેસ નેતા એ સ્મૃતિ ઇરાનીને ઓનલાઇન બંગડી મોકલી

0
38
smriti irani to congress it cell neta
smriti irani to congress it cell neta

કાશ્મીરમાં સીમા ઉપર પાકિસ્તાની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકો ના ક્ષત વિક્ષત શબ મોકલવાના વિરોધમાં યુવા કોંગ્રેસ ની એક નેતાએ કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની ને ઓનલાઇન શોપિંગ સાઇટ દ્વારા બંગડી મોકલી છે. યુવા કોંગ્રેસ ની સોશિયલ મીડિયા પ્રભારી રાધિકા ખેડાએ ઇરાનીને ઓનલાઇન શોપિંગ સાઇટ એમેઝોન દ્વારા બંગડી મોકલતા તેમને પૂછયું કે શું તે આ હુમલાને ધ્યાને રાખીને પી.એમ. મોદીને આ બંગડી આપશે. ખેડાએ વર્ષ 2013 માં પાકિસ્તાની સૈનિકોની આવી હરકતો ની બર્બર કાર્યવાહી પછી ઇરાનીએ તત્કાલીન પી.એમ. મનમોહનસિંહ ને બંગડી મોકલવાની ઇચ્છા જાહેર કરી હતી. ઇરાનીને આ વાત યાદ અપાવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ પણ તેમને પૂછી ચૂકયા છે કે શું તે હવે મોદી ને બંગડી મોકલવાની હિંમત દાખવશે ? આ ચર્ચા સોશિયલ મિડિયા ઉપર છવાઇ હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS