સ્મૃતિ ઇરાની એ સૌથી વધુ ખર્ચ કર્યો ઓફિસ રિનોવેશન માટે

0
83

મોદી સરકાર ના 23 મંત્રિયો એ પોતાની ઓફિસ રિનોવેશન અને ડેકોરેશન કરવા લગભગ 3.5 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. આમાં મુખ્ય સ્મૃતિ ઇરાની સહિત વધારે પડતા જૂનિયર મંત્રી પણ શામેલ છે.
આમાં એવા પણ મંત્રી છે કે જે પછીથી કેબિનેટ માંથી બહાર કર્યા હોય. અથવા વિભાગ બદલાણો હોય. તો બીજીતરફ વરિષ્ઠ મંત્રીયો માં શામેલ રાજનાથ સિંહ, વિત મંત્રી અરુણ જેટલી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, અને રક્ષા મંત્રી મનોહર પર્રિકર દ્વારા એક પણ રૂપિયો ખર્ચ નથી કર્યો. એક આરટીઆઇ ના ખુલાસા મુજબ જણાવવાનું કે, 23 મંત્રિયો માં સૌથી વધુ ખર્ચ કરનાર માં સૌથી આગળ સ્મૃતિ ઇરાની, ચૌધરી વિરેન્દ્ર સિંહ, રાજ્યવર્ધન રાઠોડ, ઉપેન્દ્ર કુશવાહા, રામ શંકર કઠેરીયા, જગત પ્રકાશ નડ્ડા, સાવરલાલ જાટ અને જિતેન્દ્ર સિંહ પણ સામેલ છે.
સરકારે જવાબમાં જણાવ્યું કે , ઓફિસ રિનોવેશન માં પ્રીમીયમ વોશ બેસિન થી લઇને ડિઝાઇનર ગ્લાસ પાર્ટિશન અને વુડન ફલોરીંગ પણ કરાવામાં આવીછે. 3.5 કરોડ રૂપિયાની રકમ મોદી સરકાર ના શરુઆતના બે વર્ષમાં ખર્ચ કરાઇ છે.
સ્મૃતિ ઇરાની જયારે એચઆરડી મંત્રી હતા ત્યારે તેના બે જૂનિયાર મંત્રીઓ ની ઓફિસ રિનોવેશન માટે 1.16 કરોડ ખર્ચ કરાયો હતો. ઇરાની ની ઓફિસ માટે 70 લાખ નો ખર્છ કરાયો હતો. રાજય મંત્રીના ઓફિસ માટે 40 લાખ નો ખર્ચ કરાયોે હતો. સ્મૃતિ ઇરાની ના ખર્ચ મામલે નવો કોન્ફરન્સ રુમ બનાવવામાં આવ્યો હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS