જીવતે જીવ પાણી ના પાયુ, મરી ગયા પછી ગંગાજળ શું કામનું ?

0
126

( પ્રિતી ધોળકિયા-મુંદ્રા,કચ્છ ) prit.bhavik@gmail.com

આપણા ગુજરાતીમાં એક કહેવત છે જીવતેજીવ પાણી ના પાયુ, મરી ગયા પછી ગંગાજળ શું કામનું ? જીવતાંજીવ વ્યકિતને ગરીમાપૂર્ણજીવન મળે તે જરૂરી છે. પણ એવું ન થયું હોય ત્યારે કમ સે કમ તે ગરીમાભેર વિદાયની અધિકારી તો છે જ. એટલું પણ ન થઇ શકે,ત્યારે કરુણતા વધારે ઘેરી બને છે. તેમાં ગરીબ અને લાચારીથી માંડીને જ્ઞાતિવાદી ભેદભાવો જેવા પરિબળો કારણભૂત હોય છે. ગુજરાત સહિત ભારતમાં ઘણી જગ્યાએ દલિતો માટેના સ્મશાન જુદાં હોય એની નવાઇ નથી. જ્ઞાતિવાદ માણસનું માનસ કઇ હદે પ્રદૂષિત કરી શકે છે, તેનો આ ભેદભાવ ઉતમ નમૂનો છે. થોડા વર્ષ પહેલા ખેડા જિલ્લાના એક ગામમાં તો આ ભેદભાવની સરેઆમ જાહેરાત કરતું પાટીયું પણ મારી દેવાયું હતું. એક તરફ માણસ અને શોકનો માહોલ હોય, ત્યારે સ્મશાન પ્રવેશ માટે સંઘર્ષ કરવો પડે. તેના કારણે એ વાત મૃતદેહને ઉંચકાને અંતિમ સંસ્કાર માટે જતા માણસ જેટલી કરુણ લાગતી નથી. સત્યવાદી હરિશચંદ્રની પુરાણકથામાં પોતાની મૃત પુત્રના અંતિમ સંસ્કાર માટે કંગાળ બનેલી પત્ની પાસેથી નાણા માંગે છે. અને એ ન હોય તો તેના વસ્ત્રોનો ટુકડો ફાડી આપવાનું કહે છે, એ દ્રશ્ય કરુણરસની પરાકાષ્ઠા જેવું છે. પરંતુ વર્તમાનમાં વંચિતો ગરીબો દલિતોને મરણ જેવા પ્રસંગે જે વેઠવું પડે છે તે ફકત કરુણ નહીં, શરમજનક પણ છે.
ઘંડીમાં જેમ અમુક અનાજ દળવાનો ગાળો ચાલતો હોય, એવું પ્રસાર માધ્યમોમાં પણ બનતું હોય છે. અમુક મુદ્દા પકડાઇ એટલે તેને લગતા સમાચાર અચાનક આવવા માંડે, એ મુદ્દા માનવ સંવેદનાને લગતા હોવાથી, તેમની પર અચાનક પ્રકાશ પડતો થાય એ સારું લાગે. સાથેેસાથ, એમપણ થાય કે આ સમસ્યા પ્રત્યે અચાનક સંવેદના કેમ જાગી ? અને જેવી ઉભરાઇ એવી જ શમી નહીં જાય ને ? જેમ હાલ કીધું ગરીબો વંચિતોને પોતાના કુટુંબીઓની અંતિમ વિધિમાં પડતી તકલીફો.
આ પ્રકારના સમાચારની તસવીર છપાય અથવા વિડિયો જાહેર થાય અને સોશિયલ મિડિયા પર તે ઘડાઘડ ફેલાઇ જાય, એટલે મુખ્ય ધારાના કહેવાતા મિડિયા જગતે તેની નોંધ લેવી પડે છે. એ મુદ્દે અચાનક સંવદેના જાગ્રૃત થવા લાગે છે. એ સારું છે. પણ પૂરતું થી કારણ કે, આ પ્રકારના બનાવો એકલદોકલ વ્યકિતની કમનસીબ નું પરિણામ નહીં. પણ સામાજીક વ્યવસ્થામાં આવેલો વિખરાવ અને એકંદરે સંવેદનશીલતાનું નીચે ઉતરી ગયેલું સ્તર સૂચવે છે. આ મામલો સામાજીક છે. માટે, તેમાં એક યા બીજી સરકારનો વાંક કાઢીને બેસી રહેવાથી કશું વળતું નથી.
આમે ભારતના સામાજીક માળખામાં બીજા અનેક અનિષ્ઠો અને સામાજીક દબાણોની સાથો સાથ ગરીબોમાં ગરીબને સારામાઠા પ્રસંગે સમાજનો ટેકો પ્રાપ્ત થયો હતો. આર્થિક સ્થિતિ સારી ન હોય એના ઘરમાં મરણપ્રસંગ બને ત્યારે સમાજનાં લોકો પહોંચી જાય અને એ પ્રસંગે ઉકેલી નાખે, પરંતુ હમણાંથી એવા સમાચાર વારંવાર વાંચવા મળે છે કે મૃતદેહની અંતિમ વિધિ માટે વાહન કે માણસ ન મળ્યા ! એટલે મૃતદેહને લઇ જવા માટે એમ્બ્યુલન્સ માગતા એ સુવિધા આપવામાં ન આવી ત્યાં સુધી મૃતદેહ સરળતો રહ્યો.નાણાં ના અભાવે કોઇ ગરીબ આદિવાસીની પત્નીના મૃતદેહને સ્મશાનમાં પ્રવેશ ન મળ્યો, એવા સમાચાર પણ આવતા હોય છે. આવા સમાચાર વાંચવા કે જોવાથી કોઇ પરિવર્તન નહીં આવે એના માટે આપણે આપણી માનવતાને જગાડવી પડશે. થોડી દયા દેખાડવી પડશે. તો સો એ 1 આના જેટલો ફરક પડશે.

NO COMMENTS