પારકી છઠ્ઠી ના જાગ્રત : સોનલબેન જોષી-ધારાશાસ્ત્રી

0
521
sonalben joshi-advocate

સમાજમાં આપણે સ્ત્રીઓ ની જુદી જુદી ભુમિકાઓ જોતા આવ્યા છીએ અને જોઇએ છીએ. પરંતુ સમાજ પ્રત્યે કંઇક સારું કરવાની ભાવના સાથે પણ ઇશ્ર્વરે અમુક વિશેષ વ્યકિતનું નિર્માણ કરેલું હોય છે. આપણે જોઇએ છીએ સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે અત્યાચારો, દુષ્કર્મો, દહેજ જેવા અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે સ્ત્રીના પ્રેરણાસ્ત્રોત એવા અમદાવાદના સોનલબેન જોષી કે જે પોતાની દિવસની શરૂઆત સમાજલક્ષી કાર્યો થી કરે છે. સોનલબેન એક સામાન્ય પરિવારમાં ઉછરેલ બાદમાં અમદાવાદ ખાતે તેમની 15 વર્ષની ઉંમરથી સમાજલક્ષી કાર્યો અને લોકઉપયોગી થવાની ભાવના સાથે સતત લોકોના પ્રશ્ર્નોને વાચા આપવા અને અન્યાય સામે લડત આપતા રહ્યા છે. પરંતુ કહેવાય છે તેમ સમાજ સેવા તેમને વારસામાં પણ મળેલી છે. તેમના પિતા પણ સમાજ સેવા ઉપર વધારે ભાર મુકતા હતા. નાનપણથી જ સમાજ સેવા ના સંસ્કારો સોનલબેન ને ભણાવવામાં આવ્યા હતા. સોનલબેન ઉપર મા સરસ્વતીની કૃપા પહેલેથી જ છે કારણ કે સોનલબેને સૌ પ્રથમ પોતાની કારર્કિદી ની શરૂઆત ટયુશન, કલાસીસમાં નોકરી કરતા કરતા પણ સાથે પોતાનો બી.કોમ.,એલ.એલ.બી, જર્નાલીઝમ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. ભૂતકાળમાં આર્થિક સંકટના કારણે તેમણે સ્ટ્રીટ લાઇટનો સહારો લઇ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો.

પરિવાર સાથે સમાજને પણ પોતાની જવાબદારી સમજી અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાઇ ઝુંપડપટ્ટી વિસ્તાર, એચ.આઇ.વી. વિષે જાગ્રુતતા, જેવી અનેક વિવિધ પ્રવૃત્તિઓ કરતા રહ્યા છે. હાલમાં અનેક સ્કુલો તેમજ કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ ને પોતાના ભવિષ્યમાં મોરલ ડેવલપમેન્ટ માટે લેકચરો પણ લઇ રહ્યા છે. ઉપરાંત ધારાશાસ્ત્રી તરીકે અમદાવાદ હાઇકોર્ટમાં પ્રેકિટશ કરી રહ્યા છે. સોનલબેન ગરીબો માટે હંમેશા કાયદાકિય સલાહ, ઉપરાંત કેસ હોય તે પણ નિ:શૂલ્ક લડી આપે છે. ઉપરાંત સ્ત્રીઓને અને ગરીબોને કોઇ અન્યાય ન થાય તે માટે હંમેશા ઝઝુમતા રહ્યા છે. હાલમાં પોતાના વ્યસત શેડયુઅલમાંથી પણ સમય કાઢી બીજાની મદદ માટે તૈયાર હોય છે.
પરિવારની ઉચ્ચ અભ્યાસ ન કરવો અને નાની ઉંમરમાં લગ્ન કરવા જેવી બાબતે પણ તેમણે સામનો કરી પોતાના અભ્યાસમાં કોઇ અવરોધ ન આવવા દીધો. હાલમાં તેઓ લંડન.અમેરિકા માં પણ પોતાના જ્ઞાન અને મોટીવેશન એન્ડ મોરલ ડેવલપમેન્ટ ના લેકચર લઇ રહ્યા છે.
આપણે જોઇએ તો દેશમાં અનેક બનાવો બને છે ત્યારે અનેક ટેલીવિઝન ટોક શો એન્ડ ડીબેટ માં સોનલબેન એક ન્યાયિક દ્રષ્ટિ અને વિચારધારા સાથે ટી.વી. શોમાં આપણને જોવા મળે છે. જેમાં તેમની આક્રમકતાનો પણ આપણે અહેસાસ કરી શકીએ છીએ.
સોનલબેન માં દેશ અને સમાજ પ્રત્યે ઋણ અદા કરવાની ભાવના જ તેમનું એક અલગ વ્યકિતત્ત્વ નિખરી આવે છે. સોનલબેન નાનપણથી જ સત્ય અને સ્પષ્ટ વકતા છે. સત્યને હંમેશા પોતાનો પર્યાય બનાવી હજારો કેસો લડી લોકોને ન્યાય અપાવ્યો છે.
સંપૂર્ણ પણે રાષ્ટ્રવાદને સમર્પિત એવા સોનલબેન ને વિદેશોમાંથી પણ એટલી ઓફરો આવેલ છે જેમાં વિદેશોમાં યુવાનો ને મોટીવેશન અને માર્ગદર્શક તરીકે પોતાનું જ્ઞાન અને અનુભવ વડે ટ્રેનિંગ આપવા માટે પરંતુ સોનલબેન ના લોહીમાં દેશદાઝ અને દેશ પ્રત્યેની વફાદારી થી દેશ છોડી શકયા નથી. તેમના જીવનનો માત્ર ધ્યેય અન્યાય સામે લડવું અને સ્ત્રીઓ પર થતા હત્યાચારો સામે લડત આપવી.
સંપૂર્ણ ત્યાગવૃતિના કારણે તેમના જીવનમાં અનેક કડવા અનુભવો પણ થયા છે પરંતુ તેમણે તેમની લડત એક જવાંમર્દને પણ પાછળ રાખી દે તેવી રીતે લડત આપતા રહ્યા છે.
વાણી ઉપરના પ્રભુત્ત્વના કારણે તેમણે હજારો મહિલાઓ ને ન્યાય અપાવ્યો છે. ઝુંપડપટ્ટી થી લઇ પોલીસ સ્ટેશન સુધી લોકો સાથે પ્રશ્ર્નોના નિરાકરણ માટે હંમેશા દોડી જાય છે. જેમણે સમાજનું ઋણ અદા કરવાનો નિરધાર કર્યો છે. પોતાના ધારાશાસ્ત્રી તરીકે વ્યવસાયમાં પણ અનેક નામી અનામી હસ્તીઓના કેસો પણ લડેલ છે. પરંતુ ન્યાયને હંમેશા સર્વોપ્પરી માની રાષ્ટ્રના હિતમાં પોતાનું બલિદાન અર્પણ કરેલ છે. સોનલબેન પોતે એક સ્ત્રી તરીકે આ ન કરી શકે, અને આ કરી શકે તેવા કોઇ નિયમ વગર સ્ત્રીનું પણ સમાજમાં એક ઉચ્ચ સ્થાન છે અને સ્ત્રી પણ પોતાના પગભર થઇ સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થઇ શકે છે તેવું પોતાનું આગવું વ્યકિતત્ત્વ ઘડી સમાજને એક પ્રેરણા આપી છે. તેમના જીવનમાં ડર જેવું કોઇ સ્થાન નથી. તેમના જીવનમાં એવા અસંખ્ય બનાવો બન્યા છે કે જેમાં પોતે એકલા હાથે લડયા હોય અને એક સ્ત્રી તરીકે પોતે ગૌરવ અનુભવ્યો હોય.
પોતાનો અંગત વાંચનનો શોખ અને અનુભવો તેમના જીવનમાં ડગલે ને પગલે ઉપયોગી નિવડયા છે. અનેક સંસ્થાઓ, સરકાર તરફથી તેમને બિરદાવવામાં આવ્યા છે. પરંતુ તેમનું કહેવું છે : હું કોઇ એવોર્ડ કે સન્માન માટે સમાજલક્ષી કાર્ય નથી કરતી. પરંતુ મારે સમાજને કંઇક આપવું છે અને આદર્શ સમાજની રચના થાય તેવા મારા પ્રયાસો કરી રહી છું. સોનલબેન ના દરેક શબ્દો તાકાત થી ભરેલા હોય છે અને તેમના દરેક શબ્દોનું કંઇક અલગ અસ્તિત્વ હોય છે. ઉપરાંત તેમની કાર્યશૈલી માં ખાસ તે દરેક લોકોનો અંગત રીતે ખ્યાલ રાખે છે, નાનામાં નાના માણસને પણ ધ્યાનથી સાંભળી અને યોગ્ય માર્ગદર્શન તેમજ ઉપયોગી બને છે, દરેક કાર્યને માઇક્રો પ્લાનીંગ અને કોઇપણ કેસનો સંપૂર્ણ અભ્યાસ કરી તેઓ આગળ વધે છે. આસ્થા મેગેઝીન પરિવારને પણ સોનલબેન ની છત્રછાયા અને હૂંફ હંમેશા રહી છે. આ તકે આસ્થા મેગેઝીન તેમનું ઋણી છે. કોઇપણ સ્ત્રીના જીવનમાં અન્યયા થતો હોય તો સંપર્ક સાધી શકાશે :

  • સોનલબેન જોષી, 12-1278 ઉદય એપોર્ટમેન્ટ,
    નારણપુરા ટેલી. એક્ષ.પાછળ, શાસ્ત્રીનગર,અમદાવાદ-13
  • મો. 97271 53985

NO COMMENTS