ફયુઝન સ્પા સેન્ટર ના નામે દેહવ્યાપર : પોલીસ નો દરોડો

0
180

રાજકોટ : રાજકોટમાં દિન પ્રતિદિન દૂષણોનું પ્રમાણ વધતું જાય છે ત્યારે આ અગાઉ શહેરમાં થી 4 જેટલા સ્પા ના ચાલતા મસાજ પાર્લર માં ગોરખધંધા નો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે આસ્થા મેગેઝીને આ સ્પા ના નામે ચાલતા ગોરખધંધાનો ખુલાસો કર્યો હતો. બાદમાં 4 જેટલા સ્પા મસાજ પાર્લર બંધ કરાવવામાં આવ્યા હતા.
ત્યારે રાજકોટ શહેરમાં થોડા સમય બાદ પાછા સ્પા મસાજ પાર્લર ફૂટી નીકળ્યા છે. જે હજુ પણ શહેરમાં કાર્યરત છે આવા જ એક રાજકોટમાં ફયુઝન, નાના મવા રોડ ઉપર મારવાડી બિલ્ડીંગની સામે પોલીસે દરોડો પાડી સ્પાની આડમાં ચાલતા દેહવ્યારનો પર્દાફાશ કર્યો છે. જેમાં ચાર યુવતીઓ ને છોડાવી માલિક ની ધરપકડ કરાઇ છે. પોલીસે બાતમીના આધારે નાના મવા રોડ ઉપર મારવાડી બિલ્ડીંગ સામે બાલાજી કૃપા મકાનમાં પહેલા માળે રોડ સાઇડ બોર્ડ લગાવી ચાલતા ફયુઝન સ્પામાં ગોરખધંધા ચાલતા હોવાની માહિતી મળતા શહેર ક્રાઇમ બ્રાંચે દરોડો પાડેલ જેમાં મેનેજર બલરામ મિશ્રા ગ્રાહકો પાસેથી પૈસા વસુલી બહારના પ્રદેશની યુવતીઓ રાકી દેહવ્યાપાર કરાવતો હોવાનું માલુમ પડયું હતું. માલવિયાનગર પોલીસે ગુન્હો નોંધી સંચાલકની ધરપકડ કરી છે. ઉલ્લેખનિય છે કે રાજકોટમાં હજુ આવા સ્પા સેન્ટર ના નામે ઘણા અનિતિધામો ચાલી રહ્યા છે.

NO COMMENTS