સ્પા-મસાજ ની આડમાં ચાલતા ગોરખધંધા..! : સમાજ માટે લાલબતી સમાન ?

0
630

આપણે જોઇ રહ્યા છીએ કે હાલમાં સ્પા ના નામે ઠેર ઠેર પાટીયાં લાગી ગયા છે અને જાહેરખબરોનો મારો થઇ રહ્યો છે. પરંતુ અમુક સ્પા સેન્ટરો ઉપર સ્પાની આડમાં બીજા ઘણા ગોરખધંધાઓ પણ ચાલી રહ્યા છે. થોડા સમય પહેલા દિલ્હી માં સ્પા ના નામે ચાલતા સેકસ રેકેટ ઉપર દરોડો પાડી સ્પા સંચાલકોની ધરપકડ કરી હતી. બાદમાં સુરત અને અમદાવાદ ખાતે પણ મહિલા ક્રાઇમ બ્રાંચે દરોડા પાડયા હતા. અમદાવાદના મણિનગર વિસ્તારમાં સ્પાનો ધંધો હતો પરંતુ તેના પડદા પાછળ દેહવ્યાપારનો ધંધો ચલાવતા હતા.

હકિકત એવી છે કે, દરેક શહેરોમાં હવે ધીરે ધીરે સ્પા ના ધંધા ઓ પુરા જોર શોરમાં ખુલવા લાગ્યા છે. પરંતુ અમુક સ્પા સેન્ટરોમાં વાસ્તવિકતા કંઇક અલગ જ હોય છે. સ્પા સેન્ટરોમાં મુખ્યત્વે નેપાળી, યુવતીઓને કામ ઉપર રાખવામાં આવે છે. શરુઆતમાં ગ્રાહક ને કોઇપણ જાતનું પ્રલોભન અપાતું નથી બાદમાં થોડો ગ્રાહક જાણીતો થાય પછી સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતી ગ્રાહકને પોતાનો મોબાઇલ નંબર આપે છે. અને પછી…! ? મુખ્યત્વે સ્પા માં જુદા જુદા નામે મસાજ કરવામાં આવે છે. અને કલાક ના સમયગાળા નો ભાવ 1000 રૂપિયા થી ચાલુ કરી પ000 સુધી રાખવામાં આવતા હોય છે. જયારે સુરત અમદાવાદ જેવા શહેરોમાં તો ઠેક ઠેકાણે સ્પા ના ધંધા ચાલુ થઇ ગયા છે. જેના ઉપર પોલીસની મીઠી નજર હેઠળ કરવામાં આવે છે. આના માટે કોઇ પરવાનગી હોતી નથી. મુખ્યત્વે સ્પા સેન્ટરોમાં ગ્રાહકો ને ત્યાં સ્પા સિવાયની કોઇ ફેસેલીટી અપાતી નથી સ્પા સેન્ટર એટલે તો ફકત એક મળવાનું સ્થળ છે. બાકિનો વહીવટ બહાર થઇ જતો હોય છે.
ઉલ્લેખનિય છે કે, આવા સ્પા સેન્ટરો હાલમાં દરેક નાના મોટા શહેરોમાં પુરબહારમાં ફુલી ફાલયા છે. જેના ઉપર કોઇ ખાતાકિય તપાસ નથી કે દેખરેખ નથી. આ તમામ સ્પા સેન્ટરો એક ચેનલ સાથે જોડાયેલા હોય છે જેમાં મુખ્ય તેમના તાર મુંબઇ સુધી પહોંચેલા હોય છે. સ્પા સેન્ટરોમાં કામ કરતી યુવતી મુખ્યત્વે મુંબઇ થી આવતી હોય છે. તેને સ્પા સેન્ટરોના માલિક રહેવા તેમજ જમવાની સુવિધા પણ આપતા હોય છે. આ યુવતીઓ પોતે પગાર ઉપરાંત કમીશનરૂપી કામ કરતી હોય છે. ( જો કે દરેક સ્પા સેન્ટરોમાં આવું જ હોય તેવું માનવું જરૂરી નથી ) અમુક સ્પા સેન્ટરો કાયદેસર મસાજ જ કરે છે. ત્યાં બીજી અન્ય કોઇ પ્રવૃત્તિઓ થતી નથી હોતી. પરંતુ પ્રશાસન માટે હવે ચેતવાનો સમય આવી ગયો છે પાણી પહેલા પાળ બાંધવી જોઇએ તેવી લોકોની માંગ ઉઠી છે. જો આ બાબતે તંત્ર કોઇ પગલા નહીં ભરે તો આવનારા દિવસોમાં આ ધંધાની આડમાં સમાજમાં અત્યંત દૂષણ ફેલાઇ જવાની ભીતી છે તેવું લોકો માની રહ્યા છે.

– કઇ રીતે ચાલે છે ગોરખધંધા ?
શરુઆતમાં જયારે કોઇપણ વ્યકિત જાઇ છે ત્યારે બીજી અન્ય કોઇ પ્રવૃત્તિનો ઉલ્લેખ નથી કરાતો હતો બાદમાં થોડા પરિચય માં આવ્યા પછી જ મોબાઇલ નંબર ની લેવડ દેવડ અને સ્પા સેન્ટરની બહાર મિટિંગ થાય છે પછી અન્ય સ્થળે બાકીનો મામલો આગળ વધે છે.
– ભાવ કઇ રીતે ચાલે છે ?
જયારે ગ્રાહક વધુ વિશ્ર્વસનિય બને પછી જ તેની સાથે આગળનું ડિલ નકકી કરી વ્હોટસઅપ દ્વારા અન્ય ફોટા તેમજ ભાવનું અગાઉથી જ નકકી કરી લેવામાં આવતું હોય છે. ઉપરાંત જગ્યા સાથે અથવા જગ્યા વગર તેના પ્રમાણે ભાવ હોય છે.
યુવતીઓ કયાંથી આવે છે ?
આ ધંધામાં આવેલી યુવતી પોતાનું ઘર છોડી બીજા પ્રદેશમાં આવતી હોય છે. તે કોઇ દલાલ હસ્તક અને જવાબદારી ઉપર થોડા સમય માટે કામ કરે છે. ત્રણ ચાર મહિના કામ કરી અન્ય શહેર માં ચાલી જાય છે. આ યુવતીને ફિકસ પગાર, જમવાનું, રહેવાની વ્યવસ્થા સ્પા પાર્લર વાળા ઉપર હોય છે તેમજ તેમને એક સ્પા ના કસ્ટમર દીઠ કમિશન પણ આપવામાં આવે છે. ( સ્પા સેન્ટરો ઉપર જનરલી અન્ય પ્રવૃતિઓ નથી કરાતી હોતી ) કે જેની જાણ સ્પા સેન્ટરો ની નથી હોતી.યુવતીઓ પોતાની કરેલી કમાઇ પોતાના ઘરે બેંક ખાતામાં જમા કરાવી ટ્રાન્સફર કરી દે છે. ગ્રાહક અંદર જઇ પોતાની જાતે જે રીતે સેટીંગ કરી શકે તેના ઉપર આધારીત હોય છે.
– દરેક સ્પા સેન્ટરો માં આવું નથી બનતું
ઉલ્લેખનિય છે કે, આવા સ્પા સેન્ટરોના કારણે અન્ય સ્પા સેન્ટરોવાળાને પણ બદનામી મળતી હોય છે અને હાલાકી ભોગવવી પડતી હોય છે. માટે આવા સ્પા માલિકોએ વધારે ધ્યાન રાખવું પડતું હોય છે.
– કયા શહેરોમાં સૌથી વધુ સ્પા સેન્ટરો ધમધમે છે ?
જે શહેરોમાં મુંબઇ ની જેમ દેહવ્યાપાર નો ધંધો ખુલ્લેઆમ નથી થતો તેવા શહેરોમાં આવા સ્પા સેન્ટરો વધુ ને વધુ ખુલ્વા લાગ્યા છે. જેમ કે,દિલ્હી, કલકતા, મદ્રાસ, ગોવા, સુરત,અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં ઉતરોતર સંખ્યા વધતી જાય છે.
– મંજુરી કઇ રીતે હોય છે ?
સામાન્ય રીતે સ્પા સેન્ટરો ચલાવવાની મંજુરી મહાનગરપાલિકામાંથી લેવામાં આવતી હોય છે. અથવા બોમ્બેના કોઇ અન્ય મસાજ પાર્લરના સર્ટિફિકેટ હેઠળ અથવા તો શોપએકટ લાઇસન્સ થી ચલાવાતું હોય છે. સ્પા સેન્ટરોમાં સીસીટીવી કેમેરા પણ હોય છે પરંતુ અંદરની સાઇડ તે મુકવામાં નથી આવતા ફકત બહારથી આવતા ગ્રાહકો ઉપર જ નજર રાખી શકાય છે. સરકાર દ્વારા કોઇ ખાસ પ્રકારની મંજુરી આપવામાં આવતી નથી હોતી.

( જાગ્રૃત નાગરિક દ્વારા )

NO COMMENTS