તહેવારોના દિવસોમાં એસ.ટી. વધારાની બસો દોડાવશે

0
138

તહેવારોના દિવસો આવી રહ્યા છે ત્યારે એસ.ટી.વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રમાં આવવા જવા માટે વિવિધ રૂટો ઉપર વધારાની બસો દોડાવવામાં આવશે. ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમ દ્વારા 600 જેટલી એકસ્ટ્રા બસો દોડાવશે. દિવાળી પહેલા સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં ટ્રાફિકને ધ્યાને લઇને બસો અલગ રૂટો ઉપર તાત્કાલીક ધોરણે મુકાશે. ઉપરાંત એસ.ટી. દ્વારા વોલ્વો બસ સેવા પણ શરુ કરવામાં આવી છે જેમાં રાજકોટ અમદાવાદ સેવા પણ કાર્યરત છે. દિવાળીના વેકેશનને ધ્યાને લઇને તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનિય છે કે એસ.ટી.ની આવક માં પણ ધરખમ વધારો થાય છે. એસ.ટી. દ્વારા એડવાન્સ બુકિંગ સેવા પણ ચાલુ કરાઇ છે. જેમાં અગાઉથી ટિકીટ બુક પણ કરી શકાય છે. વધારાની સૌરાષ્ટ્ર તરફથી બસોના ભાડામાં પણ વધારો કરાશે. તેમ પ્રાપ્ત માહિતીમાં જાણવા મળ્યું છે.
(સુત્રોમાંથી )

NO COMMENTS