લાચાર શરીફ : આતંકવાદ સમાપ્ત કરો : એકલા પડી જશું

0
76

ભારત દ્વારા દુનિયાભરમાં આતંકવાદ ના મુદ્દા ઉપર પાકિસ્તાન ને અલગ કરવાના પ્રયાસો વચ્ચે પાડેશી દેશ ઉપર દબાણ વધી ગયું છે. પાકિસ્તાન ના નવાઝ શરીફ સરકારે પહેલીવાર સૈન્ય નેતૃત્વ ને સખ્ત ચેતાવણી આપી કે વિશ્ર્વ સમુદાય થી અલગ પડવા નથી માંગતા આપણે આતંકિયો સામે કડી કાર્યવાહી કરવી પડશે. પાકિસ્તાન ના એક અખબાર અનુસાર સેના ને એક ગોપનિય સંદેશ આપ્યો હોવાનું સમર્થન મળે છે.
સરકારે આતંકીયો ઉપર કાર્યવાહી માં પાક સેના અને આઇએસઆઇ દ્વારા કોઇ દખલઅંદાજી કરવાની સાથે સાથે પઠાણકોટ હુમલાની તપાસ તથા મુંબઇ હુમલાની ટ્રાયલ કરવાનો નિર્દશ પણ આપ્યા છે. વિદેશ સચિવે નવાઝ શરીફ ને એક પ્રેઝન્ટેશન દેખાડી જણાવ્યું કે પાકિસ્તાન દુનિયાથી કઇ રીતે અલગ પડતું જાય છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS