ગરમીમાં ફંગલ ઇન્ફેક્શન, અળાઇ, સનબર્ન જેવી સમસ્યા

0
1267

– ગરમીમાં ફંગલ ઇન્ફેક્શન, અળાઇ અને સનબર્ન જેવી સમસ્યાઓ સામાન્ય છે. તેનાથી બચવા માટે નિષ્ણાતની સલાહ વગર કોઇ ક્રીમ વગેરે વાપરવી નહીં. તેનાથી સ્કીન કાળી પડી શકે છે.
-સમસ્યાનું કારણ ગરમીમાં શરીરમાંથી પસીનો વધારે નીકળે છે. તેને કારણે વાતાવરણમાં રહેલી ધૂળના રજકણ શરીર પર ચોંટી જાય છે. સફાઇના અભાવે ત્યાં ઇન્ફેક્શન અને અળાઇ થાય છે. ઘણી વખત આ ઇન્ફેક્શન સ્કિન કેન્સરનું રૂપ પકડે છે. આ સીઝનમાં હાથ અને પગની આંગળીઓની વચ્ચેના ભાગની સફાઇ કરવી જોઇએ. વધારે વાર તાપમાં રહેવાથી ત્વચાનો રંગ ઝાંખો પડવા સહિતની સમસ્યા થાય છે. જો કે ઉજળા વાનની વ્યક્તિઓને આ સમસ્યા વધારે સતાવે છે
 – કેવી રીતે બચશો ઇંફેકશનથી
– ઇન્ફેક્શનથી બચવા માટે દિવસમાં બે વખત બરોબર સ્નાન કરો. સાબુથી એલર્જી હોય અથવા સ્કીન ડ્રાય થવાનો ડર હોય તો બેસનનો ઉપયોગ કરવો
-હાથ અને પગની આંગળીઓ વચ્ચેના ભાગને સાફ કરો
– તડકામાં નીકળો ત્યારે શરીર ઢાંકતા વસ્ત્રો પહેરો
– કોટનના સફેદ અથવા હળવા રંગવાળા મુલાયમ કપડાં પહેરો. કોટન સ્કીનને નુકસાન કરતું નથી.
– કેટલા સ્કીન ક્રીમ લગાવવી તેની માહિતી એક્સપર્ટથી જાણવી
– બહાર તડકામાં જવું હોય ત્યારે શરીરના ખુલ્લા ભાગ પર સનસ્ક્રીન ક્રીમ લગાડો. તેની અસર 3થી 4 કલાક સુધી રહે છે
– છત્રી લઇને બહાર નીકળો
– ઘરેલું ઉપચાર
-સ્કીન પર મુલતાની માટી અથવા લેક્ટોકેલામાઇનનો લેપ લગાવો
-વિટામિન-ઈ વાળો ખોરાક જેમ કે લીંબુ, ટામેટા, સંતરા વગેરે ખાવાથી સ્કીન ઇન્ફેક્શનથી બચી શકાય
-એલોવીરાનો લેપ લગાવવાથી રાહત રહે છે
-દહીંમાં લીંબુનો રસ અને હળદર મેળવી લગાવવાથી ટેનિંગ ઘટે છે
-બેસનમાં હળદર, લીંબુ, દહીં અથવા ગુલાબજળ મેળવી લેપ કરો
-ખીરું, પપૈયું ,કેળું મસળીને સ્કીન પર લગાવવાથી ફાયદો થાય છે

NO COMMENTS