સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં અસહ્ય ગરમી

0
42
sun hit wave in gujarat
sun hit wave in gujarat

સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગ ઝરતી ગરમીથી લોકો પરેશાન છે ત્યારે સવારે વાદળછાયુ વાતાવરણ અને દિવસ ઉગતો જાય તેમ તેમ અસહ્ય ગરમી નો પારો ઉપર ચડતો જાય છે. બપોરના સમયે શહેરના રસ્તાઓ સુમસામ થઇ જાય છે. લોકો હિટવેવ ના કારણે બહાર નીકળવાનું સામાન્ય સંજોગોમાં ટાળી રહ્યા છે. બપોરના સમયે સરેરાશ બધા મુખ્ય શહેરોમાં 42 થી 43 ડિગ્રી જેટલું તાપમાન રહેવા પામે છે. ઘણા શહેરોમાં 43.5 જેટલું તાપમાન નોંધાણું છે. કંડલા, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમરેલી માં 43.5 જેટલું તાપમાન નોંધાણુ હતું. જયારે રાજકોટ ખાતે 42.5 તાપમાન નોંધાણું હતું.
જયારે લોકો ગરમીથી ત્રાસી જુદા જુદા પ્રયોગો કરી રહ્યા છે. અમદાવાદ ખાતે પણ 43 ડિગ્રી તાપમાન નોંધાણું હતું. સમગ્ર રાજયમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે છેલ્લા અઠવાડીયા થી અસહ્ય ગરમી પડી રહી છે. કચ્છમાં પણ લોકો ગરમીને કારણે ત્રાહીમામ પોકારી ઉઠયા છે. કચ્છમાં ભૂજ, નલિયા, કંડલા, માંડવી અને મુંદ્રામાં પણ સરેરાશ 42 થી 43 ડિગ્રી તાપમાન નોંધાણું હતું. લોકો ખોેરાકના બદલે વધારે પાણી અને ઠંડા પીણા પીવાનું પસંદ કરી રહ્યા છે.

NO COMMENTS