સુપ્રિમ કોર્ટ : સરકારના પૈસા ગબન કરનાર એનજીઓ ઉપર કેસ દાખલ કરો

0
37
Supreme Court NGO Funds
Supreme Court NGO Funds

હિસાબ ન આપનાર એનજીઓ ઉપર સુપ્રિમ કોર્ટે કડક નિર્ણય કર્યો છે. કોર્ટે જણાવ્યું છે કે : આવા એનજીઓ ફકત બ્લેક લિસ્ટ જ કરવું જરુરી નથી પરંતુ તેમના ઉપર સરકાર પૈસા ગબન કરવાનો મામલો નોંધવો જોઇએ.
સુપ્રિમ કોર્ટે માં રજૂ કરાયેલા રેકોર્ડ મુજબ દેશમાં રજીસ્ટર્ડ 32.50 લાખ એનજીઓમાંથી લગભગ 30 લાખ બેલેન્સ શીટ જમા નથી કરાવી શકયા. એટલે તેમના આવક અને ખર્ચનો હિસાબ નથી આપ્યો. હવે સુપ્રિમ કોર્ટે સરકારને જણાવ્યું કે 31 માર્ચ સુધીમાં બધાના ઓડિટ કરાવા જોઇએ.
કોર્ટે સરકારને જણાવ્યું કે : ઓડિટ પછી દોષી ઠરનાર એનજીઓ ઉપર કાર્યવાહી શરુ કરવી જોઇએ. એનજીઓ ઉપર દીવાની કેસ ની કાર્યવાહી કરી સરકાર તેને આપેલા પૈસા નું વસૂલીકરણ કરે સાથે એનજીઓ ના સંચાલકો ઉપર સરકારી પૈસા ગબન કરવાનો કેસ નોંધી કાર્યવાહી શરુ કરે.
કોર્ટે ની એક અધ્યક્ષતા વાળી પીઠે જણાવ્યું કે : સરકાર તરફથી એનજીઓના હિસાબ નથી લેવાયા તે બાબતે કોર્ટે ચિંતા વ્યકત કરી હતી. સરકારે આ પૈસાનો હિસાબ શા માટે નથી લીધો ? ખરેખર તો સરકારમાં બેઠેલા લોકો જ આ પૈસાનો ઉપયોગ કરે છે ?

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS