જેલ માં કૈદિયોની ભીડ ઓછી કરો : સુપ્રિમ કોર્ટ

0
87

દેશભરની જેલોમાં ક્ષમતા થી વધુ કેદિયોં ને રાખવા માટે સુપ્રિમ કોર્ટે સરકારને જેલમાં ભીડ ઓછી કરવાનો નિર્દેશ કર્યો છે. અદાલતે સરકાર ને આવતા વર્ષે 21 માર્ચ સુધી કાર્ય યોજના તૈયાર કરવાનું કહ્યું છે. ન્યાયમૂર્તિ અગ્રવાલ પીઠે જણાવ્યું છે કે જયાં સુધી લોકોને મુળ અધિકાર સુધી અને લોકોને મૂળ અધિકાર અને માનવઅધિકાર ને મહિત્વ નહીં આપવામાં આવે ત્યાં સુધી અનુચ્છેદ-21 અંતર્ગત નાગરિકો ને જીવવાનો અધિખાર અને સન્માન થી જીવવાનો અધિકારનો કોઇ મતલબ નથી.
અદાલતે પોતાના આદેશમાં જણાવ્યું કે વિચારાધીન કૈદિયો માંટે પણ માનવાધિકાર છે, પરંતુ એવું જણાય છે કે રાજય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ તેના પર ધ્યાન નથી આપતું.
અદાલતે જોયું કે ઉત્તર પ્રદેશષ કર્ણાટક, અમમ, છતીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન જિલ્લામાં 150 ટકા કેદી બંધ છે. જેલ માટે એક સમય મર્યાદા નકકી કરવામાં આવી છે. હાલમાં અત્યાર સુધી આ વાત ઉપર કોઇએ ધ્યાન આપ્યુ નથી. 31 માર્ચ 2017 સુધી પૂર્ણ કરવું તેવો નિર્દેશ કર્યો છે. જેલમાં વધુ બેરેક બનાવવાના પ્રસ્તવા છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS