સુરત : નવું બ્લડ ગ્રુપ મળ્યું..! (આઇએનઆરએ)

0
54

સુરત : સુરતમાં એક યુવક નું બ્લડ ગ્રુપ જાણી સૌ કોઇ અચરજ પામી ગયા હતા. દુનિયામાં કોઇ વ્યકિતનું આ બ્લડ ગ્રુપ જોવા મળ્યું નથી. અને આ યુવકનું બ્લડ ગ્રુપ કોઇની સાથે મેચ નથી થતું ! આ યુવક કોઇને બ્લડ આપી શકતો નથી અને કોઇનું લઇ શકતો નથી.
સામાન્ય રીતે દુનિયામાં લોકાના બ્લડ ગ્રુપ એ,બી, ઓ, એબી હોય છે. પરંતુ આ વ્યકિત ને કોઇ ગ્રુપ નથી. મેડિકલ ની દુનિયામાં આ પહેલો કિસ્સો સામે આવ્યો છે. આ એક સુરત ખાતે અદભૂત કિસ્સો સામે આવ્યો છે આ યુવકતના શરીરમાં જે લોહી વહે છે તેનું ગ્રુપ એકપણ નથી. આ વાત ની હકિકત એવી છે કે, સુરત ના વરાછા વિસ્તારમાં એક પરિવાર પોતાના સભ્યનું લોહીનું સેમ્પલ લઇને બ્લડ બેંક પહોંચ્યા. લેબ માં ડોકટરોએ બ્લડ ગ્રુપની તપાસ કરી તો ડોકટરો પણ અચરજ પામી ગયા. કારણ કે એક પણ ગ્રુપ સાથે તેનું લોહી મેચ ન થતું હતું. વારંવાર બ્લડ ટેસ્ટ કરાતા અંતે પરિણામ તે જ આવ્યું. બાદમાં સિનિયર ડોકટરો દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગે. ને મોકલવામાં આવ્યું. ત્યાં પણ આજ પરિણામ આવ્યું બાદમાં સંસ્થા દ્વારા આ બ્લડ ગ્રુપ ને સૌ પ્રથમ આઇએનઆરએ નવું નામકરણ કરવામાં આવ્યું.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS