સેવા નુું સમાનાર્થી સુરેન્દ્રનગર સ્વરાજ ગ્રુપ

0
68
surendranagar-swaraj-group
surendranagar-swaraj-group

(વિશ્વાસ શુકલ-સુરેન્દ્રનગર)

“સિર્ફ હંગામા ખડા કરના હમારા મકસદ નહિં, કોશિશ હે કી એ સૂરત બદલની ચાહિએ. દુષ્યંત કુમારની આ પંકિતને કાર્યમંત્ર માનીને સુરેન્દ્રનગરના 4 યુવાનોએ સુરેન્દ્રનગર સ્વરાજ ગ્રુપની સ્થાપના કરી સુરેન્દ્રનગર શહેરની ક્રાન્તીભુમી મનાતો અને સુરેન્દ્રનગર વાશીઓ જેની ગણના જંતર મંતર તેમજ રામલીલા મેદાન સાથે કરે છે એવા ટાગોર બાગ ખાતે ચાર યુવાનો એ ભેગા થઇને શહેર વિષે કંઇક સારું કરવાના મંતવ્યો રજૂ કર્યા. આ ચાર યુવાનો એટલે કશ્યપ શુકલા, પ્રતિકસિંહ રાણા, ગીરીરાજસિંહ ઝાલા, યુવરાજસિંહ પરમાર આ ચાર યુવાનો એ સૌથી પેલા સોશિયલ મિડિયા નું સર્વ સ્વીકૃત માધ્યમ ગણાતા ફેસબુક પર એક પેઇજ બનાવ્યું ત્યારબાદ તેમને સુરેન્દ્રનગર શહેરની સમસ્યા તેમજ લોકોને પડતી હાલાકીને વાચા આપવાનું શરૂ કર્યું હાલ આ ગ્રુપ સાથે પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે પ000 થી વધુ લોકો જોડાયેલા છે.
નોટબંધી દરમિયાન જીલ્લાકક્ષાએ આવેલી સરકારી બેન્કો માં મોટાભાગે ગ્રામીણ વિસ્તાર ના લોકો આવતા હતા જેમના મોટા ભાગના લોકો ને જમા તેમજ ઉપાડ નું ફોર્મ ભરતા આવડતું ન હોતું ત્યારે સુરેન્દ્રનગરની 22 બેંક માં સુરેન્દ્રનગર સ્વરાજ ગ્રુપ ના 80 થી વધારે સભ્યો એ સેવા આપી હતી.
છેલ્લા થોડા સમયમાં સુરેન્દ્રનગરનો વિકાસ અટકી ગયો છે તેવું જણાતા સુરેન્દ્રનગરના તંત્ર વાહકોને સફાળું જગાડવાનો શ્રેય પણ સુરેન્દ્રનગર સ્વરાજ ગ્રુપ ને જાય છે.
સુરેન્દ્રનગર સ્વરાજ ગ્રુપ એ છેલ્લા 2 મહિનામાં કુલ 15 થી વધારે સાયબર ચળવળો ચલાવીને તંત્ર વાહકોને લોકોપયોગી કામ કરવા મજબુર કર્યા હતા. સુરેન્દ્રનગરના જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા એ પણ સુરેન્દ્રનગર સ્વરાજ ગ્રુપની કામગીરીને લોકોપયોગી અને સમાજોપયોગી ગણાવી બિરદાવી હતી.
સુરેન્દ્રનગર માં ઘૂળનું પ્રમાણ સમગ્ર રાજયમાં સૌથી વધારે હતું ત્યારે સ્વરાજ ગુ્રપે કલીન સુરેન્દ્રનગર કેમ્પેઇન ચલાવીને સમાજમાં જાગૃતતા ઉત્પન્ન કરવાનું કામ કર્યું હતું. સુરેન્દ્રનગરની હવામાં ધૂળનું પ્રમાણ 17.5 ટકા હતું જયારે દિલ્હી પ્રદૂષણ ના વધારા વખેત દિલ્હીમાં એ પ્રમણ માત્ર 9.5 ટકા હતું સ્વરાજ ગ્રુપના આ પ્રયાસથી સ્થાનિક તંત્ર એ ત્વરિત પગલા લઇને કામગીરી શરૂ કરી હતી. હાલમાં પણ સુરેન્દ્રનગરમાં નગરપાલિકા, જીયુડીસી, અને પીડબલ્યુડી દ્વારા થતા કામોમાં સુરેન્દ્રનગર સ્વરાજ ગ્રુપ સતત નજર રાખીને કામોમાં થતી ગેરરીતિને અટકાવવાના સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યું છે. આ ગ્રુપના તમામ સભ્યોએ આજીવન ચૂંટણીલક્ષી રાજનીતિમાં નહિં જોડાવાનો સંકલ્પ પણ કર્યો છે. કોઇપણ શહેરમાં જયારે સમસ્યા પેદા થાય ત્યારે યુવા શકિત એ પ્રશ્ર્નનું નિરાકરણ લાવવા માટે સક્ષમ છે એ વાતનું સ્વરાજ ગ્રુપ ઉદાહરણ છે.
આ ગ્રપ સાથે જોડાવા માટે વિિંાંત:// ૂૂૂ. રફભયબજ્ઞજ્ઞસ. ભજ્ઞળ/તક્ષતૂફફિષલીંક ઉપર જઇ ને જોડાઇ શકો છે.

  •  વિશ્વાસ શુકલ
    6-ઉમિયા પાર્ક,
    દુધરેજ રોડ, સુરેન્દ્રનગર
    મો. 942857 5179

NO COMMENTS