સર્જિકલ સ્ટ્રાઇક બાદ ગુજરાત હાઇ એલર્ટ

0
64

ગાંધીનગર : નિયંત્રણ રેખા પાર ભારતીય સેના તરફ થી સફળતાપૂર્વક સર્જિકલ સ્ટ્રાઇક પછી ગુજરાતને એલર્ટ કરાયું છે. સાથો સાથ પાકિસ્તાની સીમા થી જોડાયેલા રાજયો અને સમુદ્રી સીમાઓ ને હાઇ એલર્ટ જાહેર કરી દેવાયો છે. સર્જિકલ સ્ટ્રાઇક આતંકવાદીઓનો જવાબ છે.
ભારતીય સેના અને નમો સરકારે ગુજરાત ના લોકો તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ગુજરાતના તમામ શહેરોમાં સર્જિકલ સ્ટ્રાઇક નું સ્વાગત કરાયું અને મિઠાઇઓનું વિતરણ કરાયું. સેનાના જવાનો ના ઓપરેશન પછી ખાસ કરીને સીમાવર્તી જિલ્લામાં પોલીસને સતર્ક કરાયા છે. અને સીમા ઉપર ના પોલીસ મથકોમાં સ્ટાફ વધારી દેવાયો છે. રાજયમાં ત્રણ જિલ્લા કચ્છ, બનાસકાંઠા અને પાટણ ની સીમાં માં પાકિસ્તાન સાથે જોડાય છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS