સર્જિકલ સ્ટ્રાઇક : શહીદોના પરિવારમાં સુકૂન ની લાગણી

0
38

ન્યૂ દિલ્હી : ભારતીય સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક ને ઉડી હુમલા માં શહીદ થયેલા જવાનો ના પરિવારમાં સુકૂન ની લાગણી વર્તાઇ છે. સૈનિક પરિવારે જણાવ્યું કે સેનાની કાર્યવાહી હૃદય ને શાંતિ અનુભવાણી છે. બહુ સારુ થયું કે સેના દ્વારા પાકિસ્તાનમાં જઇને હુમલો કરાયો.
સૈનિક પરિવારની આંખોમાં આંસુ સાથે સંતોષનો ભાવ દેખાણો છતાં તેમણે જણાવ્યું કે આ કાર્યવાહી પહેલા થઇ હોય તો સારું હોત. જો સરકારે આ નિર્ણય પહેલા કર્યો હોત તો ઘણા સૈનિકોની જાન બચી હોત. સૈનિક પરિવારે જણાવ્યું કે, આતંકવાદી દેશ ને બર્બાદ કરવાની કોશિષ કરી રહ્યું છે. બધાને ખતમ કરી દેવા જોઇએ. આ પ્રકારની કાર્યવાહી સેના એ અને સરકાર કાર્યવાહી ચાલુ રાખવી જોઇએ. સેના અને સરકારની આવી કાર્યવાહીથી અમોને બળ મળે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS