કાળાનાણાની સજિર્કલ સ્ટ્રઇકે ,નાણાની કિંમતની સાથે માણસની કિંમત કરાવી

0
94
surgical strikes' to unearth black money

( ગોંડલીયા હર્ષદ આર, રાજકોટ  મો. ૯૯૨૫૨ ૩૭૭૩૭)

આપણે થોડાક દિવસોની જુની યાદ તાજી કરીએ તો જાણવા મળે કે, જયારે આપણે એટીએમમાં નાણા ઉપાડવા જતા હતાં ત્યારે અમુક સમય અંતરે એવુ બનતુ જોવા મળેલ છે. કે, એટીએમ મશીનમાં અમુક ટેકનીકલ ખામીઓનાં લીધે અથવા તો બેન્કનું સર્વર બંધ હોવાનાં કારણે આપણે એટીએમમાંથી નાણા ઉપાડી શકતા નથી. તે સમય દરમ્યાન એટીએમ મશીનનું ધ્યાન રાખનાર બિચારા કર્મચારીને નાણાનાં જોરે અથવા તો હોદાની રૂએ ધણાખરા લોકો ધમકાવતા જોવા મળેલ છે. સર્વર કેમ બંધ છે.? પૈસા કેમ ઉપડતા નથી.? તમને આનો ખ્યાલ હોવો જોઇએ તમે નોકરી શુકામ કરો છો. જાતજાતનાં પ્રશ્નોની છડી વરસાવે છે. પણ જુવો તો ખરા સમયની કેવી બલીહારી છે. તેજ કર્મચારી હાલનાં સમયમાં નાણા ઉપાડવાની લાઇનમાં આપણને ઉભા રાખે છે. છતા પણ આપણી સાથે તે શાંતીપુર્વક વર્તન કરેછે. આપણી જેમ ધમકાવીને જવાબ આપતા નથી. કારણ તેની પાસે નથી નાણા કે, હોદાનું અભિમાન ધણીવાર એવુ પણ સાંભળવા મળેલ છે. કે, કર્મચારી પોતાનાં શેઠ ને કહે કે, સાહેબની પાસે પગારમાં વધારો કરવા માટે અથવા તો ઓચીંતી કોઇ પોતાની સામાજીક ધટનાંને પહોચી વળવા પગાર એડવાન્સ પેટે માંગણી કરેછે. છતા મદદ કરવાની જગ્યા એ સાહેબ તો એક જ લીટીમાં જવાબ આપીદે છે. હાલ કોઇ પણ સંજોગોમાં પૈસાની સગવડ થઇ શકે તેમ નથી. કારણ કે, મંદી ચાલે છે. આજનાં સમયમાં મુંઝવતો પ્રશ્ન એ થાય કે, આ મંદીની મૌસમમાં તેજી આવી કયાંથી? ખેર પણ આજ બીચારા મજબુર કર્મચારી નોકરીની સલામતી માટે સાહેબનાં નાણા ભરવા તડકામાં લાઇનમાં ઉભા રહે છે. માટે ઉપરોકત બાબતનો સાર થાય છે. કે, કદી કોઇનું પણ અભિમાન લાંબો સમય સુધી ટકી શકતુ નથી. નાના માણસની સમયે આવ્યે દરેક વ્યકિતને જરૂર પડતી હોયછે. તેજ સમય આવ્યે મદદ રૂપ થાય છે. પડખે ઉભો રહે છે. આજનો સમય તે પુરવાર કરી આપેછે. માટે કદી પણ હોદાનું કે, નાણાનું અભિમાન કરવુ નહી, કારણ કે, આતો મનુષ્યની સજિર્કલ સ્ટ્રાઇક હતી. તેમાં મુદત મળી શકે, આમાં સેટીંગ કરી શકાય પણ જયારે પરમપિતા પરમેશ્વર સજિર્કલ સ્ટ્રાઇક કરશે ત્યારે તેમાં કોઇ પણ જાતનાં સમયની મુદત મળતી નથી. માટે જ માનવીમાં કુદરતે સહજ રીતે આપેલા સદગુણો જેવા કે, “સત્ય,પ્રેમ,કરુણા” રૂપી અને સંવેદનાં સભર જીવન જીવવુ જરૂરી છે. તમને આ આર્ટીકલ વાંચતા જેટલો સમય કે, મીનીટ થઇ હશે તેટલો સમય કહો કે, આયુષ્ય આપણા જીવનનાં ખાતામાંથી તેટલી બેલેન્સ ઓછી (ડેબીટ) થઇ ગઇ તો શુ? આપણી પાસે રહેલ પૈસા આપણો કહેવાતો હોદો કે, અભિમાન ગયેલી આયુષ્ય રૂપી  બેલેન્સ જમાં (ક્રેડીટ) કરી આપશે.? ના માટે પરમકુપાળુ પરમેશ્વર આપને માનવી તરીકેનો જન્મ પૂથ્વી પર આપેલ હોઇ, તો માનવ સહજ ગુણોને ધ્યાને રાખીને તે મુજબ જીવન જીવવુ આપણા માટે ખુબજ જરૂરી છે. માટે મનુષ્ય એ બનાવેલા સેટીંગ કુદરત પાસે ન ચાલે. એ સર્વવીદીત બાબત છે.   

NO COMMENTS