સંયુકત રાષ્ટ્ર મહાસભા માં સુષ્મા સ્વરાજ પાકિસ્તાનને જવાબ આપશે ?

0
55

આજે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સંયુકત રાષ્ટ્ર મહાસભા માં ભાગ લેશે. અને સંબોધન કરશે. પુરી દુનિયાની નજર આજે સુષ્મા સ્વરાજ ના ભાષણ ઉપર છે ત્યારે પાકિસ્તાન પી.એમ. શરીફ દ્વારા કાશ્મીર મામલે આક્ષેપો ના જવાબ આપશે તેવી આશા છે.
સુષ્મા સ્વરાજ શનિવારે બપોરે અહીંયા પહોંચ્યા હતા અને સોમવારે આજે સંયુકત મહાસભા ને સંબોધિત કરશે. વિદેશ મંત્રાલય ના પ્રવકતા વિકાસ સ્વરુપે જણાવ્યું કે : 17 મા સત્ર માં પ્રતિનિધી મંડળ નું નેતૃત્વ કરવા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ન્યૂયોર્ક પહોંચ્યા છે.
શરીફ મહાસભામાં પોતાનું સંબોધન દરમિયાન ધ્યાન કાશ્મીર ઉપર જ કેન્દ્રિત રાખ્યું હતું. આવા માં સુષમા પાસે આશા છે કે તેના જવાબમાં તે ભાષણ આપશે. બધા ની નજર સુષમાના ભાષણ ઉપર અટકી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS