રામકૃષ્ણ મિશન ના અધ્યક્ષ સ્વામી આત્મસ્થાનંદજીનું નિધન

0
46
Swami Atmasthanandaji dead,
Swami Atmasthanandaji dead,

રામકૃષ્ણ મિશન ના અધ્યક્ષ અને આધ્યાત્મિક ગુરુ સ્વામી આત્મસ્થાનંદજીનું ગઇકાલે સાંજે 5 કલાકે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. છેલ્લા થોડા સમયથી તેઓ ની હાલત ઘણી બગડેલી હતી. અને તેઓ વેન્ટીલેટર પર હતા. આત્મસ્થાનંદજી મહારાજ રાજકોટ સ્થિત રામકૃષ્ણ આશ્રમની જયારે સ્થાપના થઇ ત્યારે રાજકોટ ખાતે લાંબુ રોકાણ કરેલ હતું. સ્વભાવે સરળ અને ઉમદા વ્યકિતત્વ હતું. તેઓનો મિલનસાર સ્વભાવના કારણે તેમણે લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું. તેમને રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાન હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જયાં તેમણે રવિવારે સાંજે છેલ્લા શ્વાસ લીધા હતા.
આત્મસ્થાનંદજી મહારાજના નિધન પર પી.એમ. મોદીએ ટિવટ કરી દુ:ખ વ્યકત કર્યું હતું અને પોતાને વ્યકિતગત નુકસાન છે તેમ જણાવ્યું હતું. તેમના અંતિમ સંસ્કાર બેલૂરમઠ ખાતે કરવામાં આવશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS