ટેલ્ગો ટ્રેન નું સફળ પરિક્ષણ : દિલ્હી-મુંબઇ

0
57

દેશની સૌથી હાઇ સ્પીડ ટ્રેન ટેલ્ગો ટ્રેન દિલ્હી થી મુંબઇ વચ્ચે નું સફર આજે 11 કલાક અને 48 મિનિટ માં સફર પૂર્ણ કરી હતી. આ ટેલ્ગો નું સફળ પરિક્ષણ રહ્યું હતું. ટ્રેનની સફર દરમિયાન સ્પીડ 150 કિ.મી. પ્રતિ કલાક રહી હતી. ટ્રેન દ્વારા 1384 કિ.મી. નો પ્રવાસ દિલ્હી મુંબઇ વચ્ચે પૂર્ણ કર્યો હતો. ટ્રેન નવી દિલ્હી સ્ટેશન થી મુંબઇ સેન્ટ્રલ સુધી ની સફર કરી હતી. ટેલ્ગો નવી દિલ્હી થી શનિવારે બપોરે 2.45 કલાકે નિકળી હતી. અને રવિવારે સવારે 2.33 કલાકે મુંબઇ સેન્ટ્રલ પહોંચી ગઇ હતી.
જો ટેલ્ગે ભારતીય રેલ ના પાટા ઉપર સફળ રીતે દોડી શકે તો નવી દિલ્હી થી મુંબઇ વચ્ચે 12 કલાક માં પહોંચી શકાશે. વર્તમાન 17 કલાક જેવું અંતર લાગે છે. આ ટ્રેન વિજળીની પણ બચત કરે છે. આવી ટેલ્ગો બીજા અન્ય ઘણા દેશોમાં કાર્યરત છે. આ ટ્રેન અગાઉ બીજા રુટ ઉપર પણ ટ્રાયલ કરાઇ હતી. આ ટેલ્ગોમાં અંદરથી ઇન્ટીરીયર અને હવાઇ જહાજ જેવી સીટો પણ બનાવવામાં આવી છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS