મ.પ્ર.માં હવે તૈયાર થશે ડિગ્રી ધારક તાંત્રિક !

0
52

ભારતમાં તાંત્રિકોને જોવાનો અંદાજ કંઇક અલગ જ છે. પરંતુ હવે મધ્યપ્રદેશ માં ડિગ્રી ધારક તાંત્રિક તૈયાર કરાશે અહીંની સાંચી વિશ્વ વિદ્યાલય-ભોપાલ માં આવતા શિક્ષણ સત્ર થી તંત્ર શાસ્ત્ર ઉપર પાઠયક્રમ શરુ કરશે આના માટે એક વિભાગ અલગ રાખવામાં આવશે. વિશ્વ વિદ્યાલયની મળેલી એક બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. પ્રાચીન ભારત વિજ્ઞાન, ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વ શિક્ષા કેન્દ્ર તથા નીતિ અને સમનવ્વય ભણતર માટે એક કેન્દ્ર સ્થાપિત કરવા મંજૂરી મળી છે. બેઠકમાં કુલપતિ ભારતીય દર્શન અનુસંધાન પરિષદ ના અધ્યક્ષ, પ્રોફેસરો કુલસચિવ વગેરે પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
પરિષદની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે ભારતીય દર્શનને ફરી દોહરાવાશે માટે આ પરિયોજના શરુ કરાશે. વિવિધ પરિયોજના અંતર્ગત યુજીસી ને પ્રસ્તાવ મુકાશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS