મનપા આયોજીત સ્વસ્થ રાજકોટ અભિયાન : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીમે ભાગ લીધો

0
129

રાજકોટ : આજે રાજકોટ શહેરમાં રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મિશન સ્માર્ટ સિટી દ્વારા સ્વચ્છતા અને સામાજીક સમરસતા ની ઉજવણી તથા સફાઇની 60 મીનીટ અને સ્વચ્છતા રેલી નું આયોજન કરાયું હતું. જેમાં ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના કલાકારોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ રાજકોટ ની મોહનદાસ કરમચંદ ગાંધી વિદ્યાલય ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ ગાંધી જયંતી નિમિત્તે યોજવામાં આવેલ હતો. જેમાં શહેર ની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં તારક મહેતા સિરિયલ ના પ્રોડયુસર આશીત મોદી, કલાકારો રોશનસિંહ સોઢી, પોપટલાલ, ભીડે, ગોલી, સોનું સહિતના કલાકારોએ 10 કિ.મી. ની સફાઇ ઝુંબેશ મા સામેલ થયા હતા. નોનસ્ટોપ સફાઇ અભિયાન અંગર્તત વિજેતાઓને મહાનગર પાલિકા દ્વારા ઇનામો એનાયત કરવામાં આવશે.

NO COMMENTS