2000 છત્રીઓ સાથે તરણેતર મેળામાં વર્લ્ડ રેકોર્ડ

0
219

(તસવીર-અહેવાલ, ભાટી.એન.વાંકાનેર)

સૌરાષ્ટ્રની શાન સમાન દેશ વિદેશમાં પ્રસિધ્ધ ભાગીગળ તરણેતરના મેળામાં 2000 છત્રીઓ સાથે નો રાસ થાન ચોટીલાના કુમાર ક્ધયાએ સામૂહિક પર્ફોમન્સ કરેલ રંગબેરંગી વસ્ત્રોમાં કુમાર ક્ધયાએ કેશરી રિબીન પહેરી હતી છત્રીપર તરણેતરના મેળાનું લખામ હતું છત્રી ડાન્સ માટે અલાયદુ ગ્રાઉન્ડ ઉભુ કરવામાં આવેલ હતું. આખું ગ્રાઉન્ડ પેક રખાયું હતું. હજારો લોકો આ છત્રી ડાન્સ જોવા દૂર દૂરથી પધારેલ હતી. આ છત્રી રાસ જોઇને લોકો ખુશ થયા હતા. આ તકે ગુજરાત રાજયના અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તરણેતરનો મેળો દર વર્ષે આયોજન થઇ રહ્યું છે. આ મેળામાં ગુજરાતની ભાતીગળ ભાત પાળતી કલાકૃતિઓ નજરે આવે છે. આ મેળાને ગુજરાત રાજય પ્રવાશન નિગમ દ્વારા પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે.

NO COMMENTS