ટેરોકાર્ડ મુજબ નવેમ્બર માસ કેવો રહેશે

0
160

( ટેરોકાર્ડ રીડર : પ્રીતિ સોની મો. 7383 49 8886)
મેષ : મેષ રાશીવાળા પુરુષો માટે આ માસ પરિવાર સાથે બને એટલો સમય પસાર કરવા નો રહેશે કોઇપણ નિર્ણય લેતા પહેલા પરિવાર સાથે ચર્ચા કરીને આગળ વધવું. સ્ત્રી વર્ગ માટે આ માસ તમને પોતાની આવડત ને સાચી રીતે ઓળખી ને તેનો સારી દિશામાં ઉપયોગ કરવાનો સમય છે. વિદ્યાર્થી વર્ગ માટે કોઇની ઇર્ષ્યા ન કરવી.
વૃષભ : વૃષભ રાશિવાળા પુરુષ માટે કોઇપણ પ્રકારની વાત નું જતું ન કો ત્યાં સુધી કોઇ નવી દિશા જણાશે નહીં. સ્ત્રી વગર માટે આ માસ દરમિયાન જે કોઇ નાની મોટી ભૂલ થઇ તો એનું મોટું સ્વરુપ આપીને તમારું વર્તમાન અને ભવિષ્ય વિખરાઇ નહીં તેની સાવચેતી રાખવી. વિદ્યાર્થી માટે ટેન્સન કે ઉજાગરો કરવા નહીં.
મિથુન : મિથુન રાશિવાળા પુરુષો માટે આ માસ દરમિયાન જતું નહિં કરો ત્યાં સુધી કોઇ નવી દિશા જણાશે નહિં. સ્ત્રી વર્ગ માટે જે કોઇ નાની મોટી ભૂલ થઇ હોય તો એનું મોટું સ્વરુપ આપીને તમારું વર્તમાન અને ભવિષ્ય વિખેરાઇ નહિં તેની સાવચેતી ખાસ રાખવી. વિદ્યાર્થી વર્ગ માટે અભ્યાસનું ટેન્શન ન લેવું અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
કર્ક : કર્ક રાશિવાળા પુરુષો માટે આ માસ દરમિયાન પૈસે તકે થોડો મૂશ્કેલી ભર્યો સમય છે તેમ છતાં કોઇ એક અનુભવ થશે જે કે આવનાર સમયમાં કામ લાગશે. સ્ત્રી વર્ગ માટે આ માસ કોઇ નવી અનુભૂતિ થશે. જેથી કરી ને તમારા રોજિંદા વ્યવહારમાં પરિવર્તન જણાશે. વિદ્યાર્થી વર્ગ માટે આ માસમાં દિલનો નહિં પણ દિમાગનો ઉપયોગ કરવો
સિંહ : સિંહ રાશી વાળા પુરુષો માટે આ માસ દરમિયાન ધીરજની કસોટી થવાની છે તો આપે બિલકૂલ શાંત થઇને રહેવુ અને સમય પસાર કરવાથી લાભ થશે. નવી દિશા નવા વિચાર મળશે. વિદ્યાર્થી વર્ગ માટે કોઇ પણ નાના કે મોટા તમારા શુભચિંતક જે કોઇ સલાહ આપે તો એના પર ધ્યાન દોરવો અને યોગ્ય રીતે એનો અમલ કરવો.
કનયા : ક્ધયા રાશિ વાળ પુરુષો માટે આ માસ દરમિયાન કોઇપણ વ્યકિત સાથે વ્યવહાર કરતા પહેલા તે વ્યકિતની નિયત સમજવી છેતરપીંડીનો ડર રહે. સ્ત્રી વર્ગ માટે આ માસ તમારી દરેક મુશ્કેલીઓ દૂર થશે. અને નવા કાર્યની નવી શરુઆત થશે. વિદ્યાર્થી વર્ગ માટે કોઇ અજાણી વ્યકિત પણ તમને સાચો રસ્તો દોરવી શકે છે.
તુલા : તુલા રાશી વાળા પુરુષો એ આ માસ દરમિયાન કોિ સારા નવા કાર્યનો પ્રારંભૂ થશે. અને મુશ્કેલી દૂર થશે. સ્ત્રી વર્ગ માટે આ માસમાં ના ધારેલી કોઇ વસ્તુ થશે. અને એનાથી તમને લાભ જણાશે. તમે તમારી જાતને બંધન મુકત અનુભવશો. વિદ્યાર્થી વર્ગ માટે સમય અને સંજોગો બધી રીતે તમને અનુકુળ રહેશે. આપને યોગ્ય તક મળશે.
વૃશ્ર્વિક : વૃશ્ર્વિક રાશી વાળા પુરુષો માટે આ માસ દરમિયાન પોતાની આવડત બોલીને બતાવવા કરતા કરીને બતાવું વધારે યોગ્ય જણાશે. અને લડાઇ ઝઘડા થી દૂર રહેવું. સ્ત્રી વર્ગ માટે તમે જેવું વિચારશો. તેવું તમારી સાથે બનશે તો બહેતર છે. તમે સારું અને સાવનું ભલું વિચારો, વિદ્યાર્થી વર્ગ માટે એ વાત જાણવી કે જ્ઞાન આપવાથી વધે છે.
ધન : ધન રાશી વાળા પુરુષોએ આ માસ દરમિયાન તમને તમારી ઇચ્છાઓ માટે યોગ્ય રીતે કાર્ય કરવું જોઇએ અને તેનો અમલ અંત સુધી કરવો તો સફળતા મળશે. સ્ત્રી વર્ગ માટે આ માસ ધીમી ગતિએ ચાલવું વધારે હિતાવહ છે. ઉતાવળ ન કરવી. વિદ્યાર્થી વર્ગ માટે આ માસ ભણવાનો બોજો રહેશે. પણ આયોજનબદ્ધ અભ્યાસ કરવો.
મકર : મકર રાશી વાળા પુરુષોને આ માસ દરમિયાન તમને તમારા કર્મનુ ફળ ભોગવવાનું રહેશે તો બને એટલા સારા કર્મ કરવા જેથી તેનું ફળ સારું મળે. સ્ત્રી વર્ગ માટે જીવનસાથીનો સાથ સહકાર મળશે. એ સારો એવો સમય જોડે પસાર થશે. વિદ્યાર્થી વર્ગ માટે મિત્રથી ફાયદો જાણાશે. અભ્યાસમાં એકાગ્રતા ધૈર્ય કેળવવી પડશે.
કુંભ : કુંભ રાશી વાળા પુરુષો ને આ માસ દરમિયાન જતું કરવાની ભાવના રાખવી પડશે તો કાર્ય બનતા જણાશે. સ્ત્રીવર્ગ માટે તમે પોતે જ તમારા શુભચિંતક છો તો તમારા પર વિશ્ર્વાસ રાખીને આગળ વધવું. પણ ઉતાવળ સારી નહિં. વિદ્યાર્થી માટે સમયનો સદુપયોગ કરવાની જરુર છે. નહીં તો આગળ જતા ફરી એ તક નહિં મળે.
મીન : મીન રાશી વાળા પુરુષો આ માસ દરમિયાન જો તમે કોઇ જોડે અથવા સહકર્મચારી સાથે જતું કરવાની ભાવના નહિં રાખો અને સાથે મળીને કાર્ય નહિં કરો તો તમને નુકશાન થશે. સ્ત્રી વર્ગ માટે આ માસ તમારી સાથે જે કોઇ પરિસ્થિતીમા તમામ અનુકુળ બનીને રહેવાનું રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે નકારાત્મકતા દુર કરવાની સલાહ છે.

આપના જીવનને મુંઝવતા તથા વિકટ પ્રશ્ર્નોના જવાબ તેમજ ટેરોકાડ  રિડીંગ માટે :
પ્રીતિ સોની, મો. 07383 49 8886

NO COMMENTS