ટેરોકાર્ડ મુજબ સપ્ટેમ્બર મહિનો કેવો રહેશે ?

0
145

ટેરોકાર્ડ  રિડીંગ માટે : ભૂમિ દવે – મો. 083069 04414

મેષ : મેષ રાશિવાળા માટે આ માસ દરમિયાન આપે થોડી ધિરજ થી કાર્ય લેવાનું રહેશે. કોઇ વાતે ઉતાવળો નિર્ણય ન કરવો. તેનાથી મોટી નુકશાની જવાની શકયતા રહે. તબિયત બાબતે થોડી જાળવણી રાખવી એકંદરે સમય સારો છે પરંતુ દરેક કાર્ય વિચાર માંગી લે તેવો સમય છે. કોઇ નવો બદલાવ આવે તેવી શકયતા ઓ જણાઇ છે.
વૃષભ : વૃષભ રાશિવાળા વ્યકિતઓ માટે આ માસ કોઇ નવી તક નું સર્જન કરશે. વિદેશ યોગ પણ બની શકે. આપના જીવનનો કોઇ મહત્વનો નિર્ણય લેવાનો હોય તો તે લઇ શકશો. કોઇ અચાનક તક મળશે. કોઇ સાથે ખોટા વિવાદ કે દલિલ માં ન ઉતરવું પોતાના કામ પ્રત્યે ધ્યાન આપી તેમાં શકિત નો ખર્ચ કરવો.
મિથુન : મિથુન રાશિવાળા વ્યકિતઓ માટે આ માસ થોભો અને રાહ જુઓ ની ચાલ છે. તમારી મુશ્કેલીઓનો અંત આવશે પરંતુ શ્રમ વધુ રહેશે. હિંમત ન હારવી, કોઇની વાત માં આવવું નહીં, કોઇ આર્થિક લાલચ માં બિલકૂલ પડતા નહીં. યાત્રા પ્રવાસ બની શકે. તેમજ ખર્ચ ખરીદી કરી શકો. કોઇ નિર્ણય તાત્કાલીક ન કરવો.
કર્ક : કર્ક રાશિવાળા વાળા વ્યકિતઓ માટે આ માસ થોડો ઉતાર ચઢાવ વાળો છે. તમારે તમારી જાતે કોઇપણ નિર્ણય કરવો હિતાવહ છે. કોઇની સલાહ પર ન ચાલવું. તમને કોઇ નવા ધંધા માટે કે નોકરી માટે તક મળશે તે ઝડપી લેવી હિતાવહ છે. અથવા કોઇ પ્રમોશન-બદલી થઇ શકશે. તબીયત માં માથાનું દુ:ખાવો રહે.
સિંહ : સિંહ રાશિ વાળા વ્યકિતઓ માટે આ માસમાં સંબંધો માં તથા પરિવારમાં કોઇ ગેરસમજ ન થાય તે ખાસ જોવું બાકિ એકંદરે સમય સારો જશે. કોઇ ખર્ચ ખરીદીનો પ્રસંગ બને. અથવા કોઇ ધાર્મિક કાર્ય કરી શકો. તમારા થી ઇર્ષ્યા કરનારાઓથી દૂર રહેવું. ખર્ચા ઉપર કાબુ રાખવો. સમય ની માંગ મુજબ જીવનમાં પરિવર્તન લાવવું.
કનયા : કનયા રાશિ વાળા વ્યકિતઓ માટે આ માસ તમારા માટે પ્રગતિકારક બનશે. ધંધા તેમજ નોકરીમાં પ્રમોશન તેમજ કોઇ આર્થિક લાભ જણાશે. તમારી પસંદગી મુજબ કોઇ ફરવા જવાનું પણ આયોજન કરી શકાશે. તમારી કોઇ જૂની મુશ્કેલી હશે તો તેનો અંત આવશે. કોઇ સાથે દુશ્મનાવટ હોય તો મિત્રતા મા બદલાશે.
તુલા : આપની દરેક ક્ષેત્રમાં વિજય થાય તેવો ઉત્તમ સમય છે. દરિયા કિનારાના પ્રદેશથી વધુ ફાયદો થાશે. ઇમ્પોર્ટ એક્ષપોર્ટ માટે સારો સમય, શેર અને સટ્ટામાં પણ કમાણી કરી શકાય. આપની દરેક જરુરિયાતો પૂરી થઇ શકશે. જૂના વિવાદોનો અંત આવશે. નવી તક્કો ઉભી થાશે. કોઇની સાથે ભાગીદારી હશે તો પણ તેમાં નફાકારક સમય. વિદ્યાર્થી માટે સારું ફળ, સ્ત્રી વર્ગને કૌટુંબિક જશ મળે.
વૃશિક : આ માસગાળા દરમિયાન આપને શારિરીક કોઇ તકલીફ ન પડે તેની કાળજી રાખવી. માથાનો દુ:ખાવો કે પગના દુખાવા સંબંધિત કાળજી રાખવી. જમીન મકાન અંગે પ્રગતિકારક રહે. જૂના જટિલ પ્રશ્ર્નોનો નિકાલ થઇ શકે. વારસાઇ મિલ્કત મળવાનો યોગ છે. સ્ત્રીને શારિરીક તકલીફો અંગે કાળજી લેવી. વિદ્યાર્થીને વધુ મહેનત માગે તેવો સમય છે.
ધન : આ સમય દરમિયાન વિદેશ પ્રવાસનો યોગ છે. કોઇ સારા સમાચાર મળે. આપની અધુરી ઇચ્છાઓ પૂર્ણ થાય. િંમલ્કત અંગે કોઇ નવો નિર્ણય લેવાય સ્થાન ફેરના યોગ છે. બઢતી સાથે બદલીના યોગ પણ બને છે. સ્ત્રી માટે પ્રગતિકારક સમય અને વિદ્યાર્થીઓને કોઇ મિત્ર દ્વારા સફળતા મળે. જૂના સંબંધો તાજા થાય અને તેનાથી લાભ થાય.
મકર : આપના માટે આ સમય થોભો અને રાહ જુઓ જેવી સ્થિતીનું નિર્માણ કરે છે. આપને કોઇ ઉતાવળે નિર્ણય ન લેવો. વાહન બાબતે તકેદારી રાખવી. શેર સ્ટટાના કામમાં ન પડવું. અણજોઇતી મુશીબતોનો સામનો કરવો પડે. પરંતુ અંતે નિરાશ ન થવું. દિવસો જતા આનંદ ઉત્સાહમાં વધારો થાશે. સ્ત્રિી વર્ગ માટે કોઇ કમરદર્દ હોય તો ખાસ ધ્યાન આપવું.
કુંભ : આ મહિનો આપની અધૂરી ઇચ્છાઓ પૂરી કરનાર છે. આપના જીવનના મહત્વના પ્રશ્ર્નોનો નીકાલ આવી શકે. વિવાહિત પ્રશ્ર્ને પ્રગતિકારક રહે. યાત્રા પ્રવાસમાં સફળતા, સ્ત્રી માટે સારો સમય, પુત્ર-પૌત્રાદિક માટે સમય ઉત્તમ ગણાય. શેર બજારમાં કેમીકલ્સને લગતા શેરોમાં ફાયદો. વિદ્યાર્થીઓ માટે ઉતમ સમય. આપની સાથે શત્રુનો કોઇ ઇરાદો સફળ નહીં થાય.
મીન : આનંદ, હર્ષોલ્લાસથી સમય પસાર કરી શકો, નવી કોઇ મિલ્કત ખરીદવાનો સમય આવે. કોઇ ધાર્મિક કાર્યમાં ભાગ લઇ શકો. આપની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થશે. વડિલોને જાત્રામાં લઇ જવા માટે ઉતમ સમય. વિદ્યાર્થીને કારકિર્દી માટે સફળતા અપાવનાર સમય. ગૃહિણીઓ માટે સારા સમાચાર મળે. જૂના વાદ વિવાદોનો અંત આવી શકે. આપની દરેક વાતનું વજન રહે.

આપના જીવનને મુંઝવતા તથા વિકટ પ્રશ્ર્નોના જવાબ તેમજ ટેરોકાર્ડ રિડીંગ માટે : ભૂમિ દવે -અમદાવાદ , મો. 083069 04414

NO COMMENTS