ટેરોકાર્ડ મુજબ ઓકટોબર મહિનો કેવો રહેશે

0
212

(ટેરોકાર્ડ  રિડર : ભૂમિ દવે -જોષી)

મેષ : મેષ રાશિવાળા માટે આ માસ આપના માટે તમારા દિલની વાત ને જ ધ્યાને લેશો. તમને કામનો મોકો મળશે. સ્ત્રી માટે પરિવર્તનનો સમય આવશે. નવી સહાય મળે. એકંદરે આ માસ આપના માટે ફળદાયી સાબિત થશે. કોઇ ગેરસમજ પેદા ન થાય તે ધ્યાન રાખવું. ઘરની વાત ધ્યાને રાખી દરેક કાર્યમાં આગળ વધવું.
વૃષભ : વૃષભ રાશિવાળા વ્યકિતઓ માટે આ માસ ખાસ કોઇ નિર્ણય કરો તો સમજદારી વિચારી કરવો. પાછલા સમયમાં જે બન્યું તે બન્યું નવું વિચારવાનું ચાલુ કરજો. સ્ત્રી વર્ગ માટે દરેક સ્થિતી ને અનુકૂળ બનવાનું રહેશે. કોઇ ઉપર જલ્દી વિશ્ર્વાસ ન કરવો. પરિસ્થિતીથી વિપરીત પગલા લેશો તો મોટું નુકશાન જવાની શકયતા રહે.
મિથુન :મિથુન રાશિવાળા વ્યકિતઓ માટે આ માસ માં પરિપકવતા કેળવવાની છે. બીજાની સલાહથી નહીં પોતાના વિચારો દ્વારા કોઇ નિર્ણય કરજો. ધંધામાં નુકશાની નો વેઠવી પડે તેની ખાસ તકેદારી રાખવી પડશે. સ્ત્રી વર્ગ માટે માસ સારો રહેશે. કોઇ પરિવર્તન થી ગભરાશો નહીં. જૂની વાત ભૂલી નવી શરુઆત નો સમય છે.
કર્ક : કર્ક રાશિવાળા વાળા વ્યકિતઓ માટે આ માસ દરમિયાન વિશ્ર્વાસ સંપાદન કરવો. કોઇ વાત ખોટી લાગે તો પણ વિશ્ર્વાસ છોડવો નહીં.કોઇ નિર્ણય લેવામાં સરળતા જણાય. સ્ત્રી વર્ગ માટે કોઇ વસ્તુ કે વાસ્તવીકતા થી ભાગશો નહીં તેનો સામનો કરજો. સાચી હકિકત ને તમારાથી દૂર ન કરતા.
સિંહ : સિંહ રાશિ વાળા વ્યકિતઓ માટે આ માસમાં દરેક બંધનોમાંથી મુકિત મળશે. તમારા ઉપરનો વિશ્ર્વાસ જવાબદારી વધશે. સ્ત્રી વર્ગ માટે બીજાના જીવનમાં રોકટોક ન કરતા. પોતાના જીવનમાં ફેરફાર લાવવો અનિવાર્ય રહે. બને એટલું મૌન ધારણ કરી કોઇ વાત સમજવી વધારે. બીજાની વાત થી દૂર રહેવું.
કનયા : કનયા રાશિ વાળા વ્યકિતઓ માટે આ માસ માં તમારી સાથે થયેલા અન્યાય સામે ન્યાય મળશે. ધીરજ ના ફળ મળશે તમે અલગ તરી આવશો. સ્ત્રી વર્ગ માટે અધુરા કાર્ય પુર્ણ થશે. તમને યશ મળશે. જવાબદારી હશે તે નિભાવી શકશો. તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. વર્ષોના અટકેલા કાર્યો પાર પડશે.
તુલા : આપનો આ માસ માં જે અધુરા કાર્યો છે તે પૂર્ણ થતા જશે. જેની આશા નથી તે પણ કાર્ય પાર પડશે.જેનું તમને સારું એવું ફળ મળી શકશે. સ્ત્રી વર્ગ માટે કોઇના પર વિશ્ર્વાસ કરતા પહેલા વિચારવું. તમારી અંગત વાતો કરતા પહેલા વિચારવું. વિશ્ર્વાસઘાત થવાની શકયતાઓ રહે. નાની વાતો માં ધ્યાન આપવું કોઇ ભૂલ ન થઇ જાય.
વૃશ્કિ : આ માસગાળા દરમિયાન આપનામાં એક નવી ઉર્જા શકિતનો સંચાર થશે. લોકો તમને સમજી શકશે નહીં. તમારે થોડી રાહ જોવી પડશે. આ માસમાં ધારેલ દરેક કાર્ય થઇ શકશે. સ્ત્રી વર્ગ માટે તમારે જાત મહેનતથી આગળ આવવું પડશે. પોતાની જાત ઉપર વધુ વિશ્ર્વાસ રાખવો પડશે. પરિવાર સાથે સામાન્ય અનુભવ થશે.
ધન : આ સમય દરમિયાન તમે તમારી મોજ મસ્તીમાં વ્યસ્ત રહેશો. તમે તમારી પોતાની જાતને પ્રેમ કરશો. આત્મવિશ્ર્વાસ રાખવો પડશે. લોકોની વાતમાં ભરમાઇ ન જવું. સ્ત્રી વર્ગ માટે અભિમાનમાં રહેશો તો સંબંધો તુટતા જણાય. લાગણીના સંબંધોમાં થોડી દૂરી આવી શકે. સંબંધોમાં સામે ચાલી જઇને સંબંધો સાચવવા હિતાવહ છે.
મકર : આપને આ માસમાં માબાપ ના આશીર્વાદ ફળશે. તમે માબાપની સેવા કરશો તેટલી પ્રગતી જણાશે. ન બનતા કામ બધા પુરા થતા જાય. જીવન સુધરતું જણાશે. પરિવારની હૂંફ મળે સ્ત્રી વર્ગ માટે પરિવારના સભ્ય ની મદદ મળી શકે. જે તમને જીવનમાં આગળ લઇ જઇ શકે. ધંધાકિય રીતે આ માસ સારો રહેશે. મોટું કામ મળી શકે છે.
કુંભ : આ મહિના માં કોઇનો સાથ મળી શકશે. મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. તમારી મદદે કલ્પના ન હોય તેવી વ્યકિત આવી શકે છે. સ્ત્રી વર્ગ માટે પરિવાર સાથે સમય પસાર કરવો. આ માસમાં દરેક પ્રકારના અનુભવોમાંથી પસાર થશો. લોકો પ્રત્યે વધુ પડતો વિશ્ર્વાસ મુશ્કેલીમાં મુકી શકશે. મિત્રો મિત્રતા નિભાવશે.
મીન : આ માસમાં તમારે તમારા કામ ઉપર પુરતું ધ્યાન આપવું પડશે. દરેક માણસ ઉપર વિશ્ર્વાસ રાખવો. વધુ પડતી શંકા કુશંકા ન કરવી. સ્ત્રી વર્ગ માટે સમય માં જે આશા એ બેેઠા હશો તે આશા ફળદાયી બને. કોઇ શંકાના કારણે સંબંધો ન બગડે તે જોજો. ધંધામાં વધુ પડતો વિશ્ર્વાસ રાખી ઉધારી નો ધંધો ન કરવો. બહાર જવાનું બને.

આપના જીવનને મુંઝવતા તથા વિકટ પ્રશ્ર્નોના જવાબ તેમજ ટેરોકાડ ર રિડીંગ માટે : ભૂમિ દવે -જોષી ,
મો. 083069 04414

NO COMMENTS