1 લિટરમાં 100 કિ.મી. એવરેજ આપશે : ટાટા મેગાપિકસલ કાર

0
287

ટાટા મોટર્સ જલ્દી બજારમાં નવો તહેલકો કરવાના છે. મોઘુ થતું પેટ્રોલ અને ડીઝલ ના કારણે વધારે માઇલેજ આપતી કારોની ડિમાન્ડ વધી છે ત્યારે બજારમાં ટાટા પણ મેગાપિકસલ નામ થી નવી કાર ઉતારવાની યોજના બનાવી રહી છે. ટાટા નો દાવો છે કે આ કાર 1 લીટર પેટ્રોલમાં 100 કિલોમીટર ની માઇલેજ એવરેજ આપશે. ટાટા દ્વારા આ પ્રકારની કાર પ્રોટોટાઇપ દિલ્હી ઓટો એકસપો માં રજૂ કર્યો હતો. તે સમયે ચર્ચાનો વિષય બન્યો હતો. સુત્રોના અનુસાર આ કાર ટાટા નૈનો નું અપગ્રેડેશન વર્ઝન છે. યૂનિક કોમ્બીનેશન બનાવી 1 લીટરમાં 100 કિ.મી. એવરેજ આપશે દેશમાં સૌથી સસ્તી કાર આપવાનો શ્રેય ટાટાને છે. ઉપરાંત આ કાર થી સૌથી વધુ માઇલેજ ધરાવતી કાર નો શ્રેય પણ ટાટા મોટર્સ ને જશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS