સ્માર્ટ ફોન : સોશિયલ મિડિયા થી મારો પુત્ર બગડયો : આતંકીના પિતા

0
74
terrarist father statment after son death
terrarist father statment after son death

લખનઉ મા મરાયેલ આતંકી સૈફુલ્લા ના પિતા સરતાજે કાનપુરમાં જણાવ્યું કે તેનો દિકરો હંમેશા મોબાઇલ ફોન માં લાગી રહેતો અને બીજુ કોઇ કામ ન કરતો હતો, તેના કારણે થોડા મહિના પહેલા તેને ઘરની બહાર કાઢી મુકયો હતો. સરતાજે પોતાના દિકરાનું બગડવાનું કારણ સ્માર્ટ ફોન અને સોશિયલ મિડિયા જવાબદાર જણાવ્યું હતું.
લખનઉ ના ઠાકુરગંજ માં આતકંવાદ ના આરોપી જિસ સૈફુલ્લા ને યૂપી પોલીસે અને એટીએસે મારી નાખ્યો હતો. તેમના પિતા અફસોસ કરી રહ્યા હતા. કે તેમનો દિકરો આવા ખરાબ કામ કરી રહ્યો હતો. તેને અઢી મહિના પહેલા ઘરની બહાર કાઢી મુકવામાં આવ્યો હતો. કોઇ કામ ન કરતો હતો. રફડતો રહેતો હતો. સૈફુલ્લાને છેલ્લે ત્યારે જોયો હતો જયારે તેને તમાચો માર્યો હતો. હવે અમો તેની લાશ પણ જોવા નથી માગતા.
સરતાજ ચામડાની એક ફેકટરીમાં કામ કરે છે. સરતાજે જણાવ્યું કે સૈફુલ્લા એ શા માટે પોતાને આતંકી સંગઠન સાથે જોડાયો હતો. સૈફુલ્લાએ તેમને કયાંક મોઢું દેખાડવા જેવા નથી રાખ્યા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS