કાશ્મીર: પુલવાવ માં CRPF કૈંપ ઉપર આતંકી હુમલો

0
65

દક્ષિણ કાશ્મીર ના પુલવાવ જિલ્લામાં તહાબ વિસ્તારમાં આતંકિયો એ ગઇકાલે શુક્રવારે મોડી રાત્રે સીઆરપીએફ ના કેંપ ઉપર હુમલો કર્યો હતો. પ્રાપ્તા માહિતી અનુસાર ગઇકાલ રાત્રી ના અચાનક સીઆરપીએફ ની 182 બટાલીયન ના કેંપ ઉપર આતંકીયો દ્વારા ફાયરીંગ કરવાનું શરુ કર્યું હતું. પહેલેથી એલર્ટ સીઆરપીએફ જવાનો એ તુરંત મોર્ચો સંભાળી વળતો જવાબ આપી ફાયરીંગ કર્યું હતું. લગભગ 20 મિનિટ સુધી આ ફાયરીંગ સતત ચાલુ રહ્યું હતું. આ મામલે કોઇ જવાન ઘાયલ થયા નથી. પરંતુ આવા હુમલા હવે કાશ્મીર માટે અને સેના માટે એક ઉપદ્રવ બની ગયો છે. ફાયરીંગ કરી આતંકીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. સીઆરપીએફ અને કાશ્મીર પોલીસ ના જવાનો એ તુરંત વિસ્તારને ઘેરી લીધો હતો. અને ઓપરેસન શરુ કરી દીધું હતું. આતંકીઓ આવા હુમલા રાત્રીના સમયે જ કરી રહ્યા છે.
(સુત્રોમાંથી એજન્સી)
(પ્રતિકાત્મક તસવીર)

NO COMMENTS