શ્રીનગરમાં સીઆરપીએફ ઉપર ફીદાયની હુમલો : 6 જવાન ઘાયલ

0
53

જમ્મુ કાશ્મીર ના શ્રીનગર માં આતંકીયોએ સીઆરપીએફ ના જવાનો ઉપર ફિદાયની હુમલ કર્યો છે ત્યારે આ હુમલામાં 6 જવાનો ઘાયલ થયા છે. જયારે મુઠભેડ હાલમાં ચાલુ છે. આતંકીઓ એક ઘરમાં આશરો લઇ લીધો છે. સુરક્ષાદળના જવાનોએ તે ઘરને ચારેતરફથી ઘેરી લીધું છે. અને તમામ વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે. જૂના શ્રીનગર ના નૌહટ્ટા વિસ્તારમાં સવારે આઠ કલાકે ફિદાયીન હુમલાખોરે સીઆરપીએફ ના ગ્રુપ ઉપર હુમલો કર્યો છે આ હુમલો એ સમયે કરવામાં આવ્યો જયારે જવાનો ની હાજરી થઇ રહી હતી. આ હુમલામાં ભારતીય 6 જવાનો ઘાયલ થયા છે. ત્યારે હાલમાં કોઇ આતંકી ઝડપાયો નથી. આતંકી એક ઘરમાં છુપાઇ ગયા છે અને ત્યાંથી ગોળીબારી કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, શ્રીનગર ના જે વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે ત્યાં પરેડ સ્થળ થી માત્ર 5 કિ.મી. દુર ઉપર જ જમ્મુ કશ્મીર ના મુખ્યમંત્રી મહબૂબા મુફતી નો ધ્વજવંદન કાર્યક્રમ કર્યો હતો.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS