દક્ષિણ કાશ્મીરમા 7 મોટા આતંકી હુમલા : 16 જવાન ઘાયલ

0
45
Terrorists Still Holed Kashmir
Terrorists Still Holed Kashmir

ઘાટીમાં આતંકીયો એ મંગળવારે સીરીયલ હુમલા કર્યા હતા. ખાસ કરીને દક્ષિણી કાશ્મીરમાં સીઆરપીએફ કેમ્પો અને પોલીસ સ્ટેશનો ને ટારગેટ બનાવ્યા હતા. સીઆરપીએફ ના 10 જવાનો સહિત 14 ઘાયલ થયા છે. જેમાં ત્રણ ની હાલત ગંભીર જણાઇ રહી છે.
તે સાથે અનંતનાગ માં સેવાનિવૃત ન્યાયધીશ ના ઘર ઉપર તૈનાત પોલીસ પોસ્ટ ઉપર હુમલો કરી આતંકી હથિયાર લૂટી ગયા છે. ઉતરી કાશ્મીરમાં સોપેર માં સેનાના કેમ્પ ને નિશાન બનાવાયા છે. સીરિયલ હુમલામાં સુરક્ષા એજન્સી માં હડકંપ મચી ગઇ છે.
વિસ્તારને ઘેરાબંધી કરી મોટાપાયે શોધખોળ અભિયાન શરુ કરાયું છે. ચાર કલામાં સાત આતંકી ઘટનાઓ પછી કાશ્મીર ઘાટમાં એલર્ટ જાહેરા કરાયું છે. આતંકીયો દ્વારા ત્રાલ માં સાતમો હુમલો રાત્રે 11 કલાકે 42 મી રાષ્ટ્રીય રાઇફલ્સ કેમ્પ ઉપર કરાયો હતો. જેમાં બે જવાન ઘાયલ થયા હતા. દ.કાશ્મીરના પુલવાવ જિલ્લામાં ત્રાલ ના લલિહાર માં સીઆરપીએફ ની એફ 180 બટાલીય કેમ્પ ઉપર સતત બીજા દિવસે આતંકીયો એ હુમલો કર્યો હતો. ગ્રેનેડ ફેંકાવાના કારણે 10 જવાન ઘાયલ થયા હતા. હુમલાની જવાબદારી હિજબુલ મુજાહુદીને લીધી છે.
આ કેમ્પ ઉપર સોમવારે રાત્રે પણ આતંકીયો એ ગ્રેનેડ છોડયા હતા. જેમાં બે જવાન ઘાયલ થયા હતા. પદગામપોરામાં સીઆરપીએફ ના કેમ્પ ઉપર ગ્રેનેડ ફેંકાયા હતા. જેમાં કોઇ નુકસાનના સમાચાર પ્રાપ્ત નથી. અનંતનાગ ના અમરનાથ યાત્રા પાસે પહલગામ ના સરનાલ માં સીઆરપીએફ કેમ્પ ઉપર ગ્રેનેડ ઘા કરાયા હતા. પુલવામા પોલીસ સ્ટેશન ઉપર પણ ગ્રેનેડ ફેંકાયા હતા. જેમાં બે જવાન ઘાયલ થયા હતા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS