સોમનાથ દાદાને આજે રૂદ્રાક્ષનો શણગાર

0
156

(સૌજન્ય : વિજયભાઇ રાજપૂત-વેરાવળ)

વેરાવળઃ પવિત્ર શ્રાવણ માસ જેમ જેમ પસાર થઇ રહ્યો છે તેમ અરબી સમદ્ર કાંઠે બિરાજમાન પ્રથમ આદિજ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવનાં સાંનિધ્યે શિવભક્તોને સમુદ્ર પણ ઉમટી પડી રહ્યો છે. ત્યારે સોમનાથ સાનિધ્યે આવતીકાલે પવિત્ર શ્રાવણ માસનાં ત્રીજા સોમવાર સવારે સોમનાથજીની પાલખીયાત્રા નિકળશે. ત્યારબાદ સાંજે મહાદેવને રૂદ્રાક્ષનાં પારાનો અલૌકિક શણગાર કરવામાં આવનાર છે. ત્યાર યાત્રાધામમાં ત્રીજા સોમવારની પૂર્વે સંધ્યાએથી જ ભાવિકોનાં ધસારો જોવા મળી રહેલ છે.

સોમનાથ સોનિધ્યે શ્રાવણ માસનાં ત્રીજા સોમવારે સોમનાથ મંદિર વ્હેલી સવારે ચાર કલાકે ખુલશે ત્યારબાદ સવારે છ કલાકે મહાપૂજન, સાત કલાકે પ્રાત: આરતી કરવામાં આવશે. બાદ 8 કલાકથી સવાલક્ષ બીલ્વાર્ચનનો પ્રારંભ, નવ કલાકે યાત્રીકો દ્વારા નોંધાયેલ રૂન્દ્રપાઠ ઇત્યાદી વિધી થશે. તેમજ 9 વાગ્યે સામેનાથ મહાદેવજીની પાલખીયાત્રા મંદિરમાંથી પ્રસ્થાન થઇ પરીસરમાં ફરશે. અગીયાર કલાકે મધ્યાહન મહાપુજા-મહાહાદ્ર અભિષે, બપોરે બાર કલાકે મધ્યાહ્ન આરતી, સાંજે પાંચ કલાકે રૂદ્રાક્ષનો અલૌકિક શણગાર દર્શન કરવામાં આવશે.

ત્યારબાદ દિપમાળા, સાત કલાકે આરતી થશે અને મંદિરનાં દરવાજા રાત્રીનાં દસ વાગ્યે બંધ થશે. શ્રાવણ માસનાં ત્રીજા સોમવારની પૂર્વ સંધ્યાથી જ યાત્રાધામ સોમનાથમાં શિવભક્તોનો પ્રવાહ ઉમટવાનો શરૂ થયેલ છે. શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મંદિરે ઘણા ભાવિકો અહીં દુર દુરથી સોમવારનાં દિવસે ચાલીને આવી યાત્રા પૂર્ણ કરી દર્શન કરે છે

NO COMMENTS