આજના યુવાનો અને નવરાત્રિ..!

0
240

(પ્રિતી ધોળકિયા, મુંદ્રા-કચ્છ)

નવરાત્રિ શકિત સપનાનો અતિ વિશિષ્ટ કાળ છે. આ દિવસ સમયગાળામાં કરવામાં આવતી સાધનાનો લાભ અનંતગણો હોય છે જેના પ્રત્યક્ષ અનુભવ સાધક પોતાના જીવનમાં કરી શકે છે, શકિતની સાધના બીજું કંઇ નથી, પણ પરમ સતાની આરાધના છે. આજ પરમ તત્વને શકિત દર્શનના શકિતરૂપે નિરૂપિત કરવામાં આવ્યું છે. અને શિવદર્શન માં શિવરૂપે શિવ અને શકિત બે નહિં અવું છે બંને એકબીજાના પૂરક છે.
નવરાત્રિ શિવ અને શકિત બંનેની સાધના કરવામાંઆવે છે. તાંત્રિક ગ્રંથ સ્પષ્ટ કરે છે જે શકિત જ શિવસ્વરૂપા છે શકિત જ આયાકૃત પ્રજ્ઞાન છે. શકિત જ પ્રજ્ઞા પરમપિતા છે. અને શકિત જ મૂળ પ્રકૃતિ છે. આજમૂળ પ્રકૃતિને દુર્ગા કહે છે. જે સૃષ્ટિમાં સત, રજ, તમસ, સરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી રૂપે બિરાજમાન છે. આજ માતા દુર્ગા પોતાની મુખ્ય ત્રણ શકિતઓના માધ્યમથી જીવોનું પાલન પોષણ
કરે છે.
નવરાત્રિમાં શકિત સાધના સાથે ગરબાનું રાસલીલા નો આનંદ અદભૂત છે. આજે ભારતના ખૂણે ખૂણે ગરબા રમાય છે. પહેલા ગુજરાતમાં વધારે જોવા મળતું પણ આજે ચોતરફ ખેલૈયાઓ છે જે ચાતકની જેમ ગરબાની રાહ જૂએ છે. ઢોલના સથવારે લાખો હૈયાઓ રમે છે. પણ આજે પહેલા જેવી નવરાત્રિ કયાં ? હું એવું કહું છું કે આજની નવરાત્રિ નું બીજુંનામ
લવરાત્રિ તો કદાચ કાંય ખોટું ના સમજજો.
યુવક હોય કે યુવતી બન્ને આજે સમાન છે ઘરેથી નવરાત્રિમાં જયા કીધેલું હોય ત્યાંથી થોડીવાર બાદ કયાં ? છેલ્લા પાંચ વર્ષના સર્વે અનુસાર ભારતભરમાં નવરાત્રિ દરમિયાન ગર્ભનિરોધક દવાઓનું અને અન્ય સાધનોનું વેચાણ જે વર્ષ દરમિયાન હોય તેના કરતા નવરાત્રિમાં 55 ટકા જેટલું વધી જાય છે. બીજી તરફ હોટલ, નાના ગેસ્ટ હાઉસ જે સિંગલ હોય તેવા રૂમો ના મલિકોને કમાવાની સીઝન હોય છે. એક દિલ્હીના અહેવાલ મુજબ દર વર્ષે નવરાત્રિ દરમિયાન માત્ર ગુજરાતમાં હોટલો, ગેસ્ટડાઉસવાળા પોતાના આખા વર્ષની આવક નો ત્રીજો ભાગ આ નવ દિવસ દરમિયાન કરી લે છે.
ત્યારબાદ છેલ્લે નફો કમાવવાનો મોક મળે છે ડોકટરોને (ગાયનોકોલોજીસ્ટ) આટલા નિરોધ અને ગર્ભનિરોધક દવાઓ વપરાતી છતા નવરાત્રી બાદ અને દિવાળી વચ્ચે માત્ર ગુજરાતમાં લાખોની સંખ્યા હોય છે. ગર્ભપાત અર્બોશનની એટલે ડોકટરો તો પોતાના આખા વર્ષના ખર્ચા આ દિવસોમાં કાઢી લેતા હોય છે.
આનું કારણ એ જ છે કે રાજયના યુવાનો નવરાત્રિ ઉત્સવ દરમિયાન ગરબા અને દાંડિયા નું પ્રદર્શન માત્ર એકબીજાને રિઝવવા માટે કરે છે. આવી પરિસ્થિતી ને જોઇને ગુજરાતના ઘણા ગરબા સ્થળોએ વિવિધ એનજીઓ ના સ્વયંસેવકો આવે છે અને સલામત સેકસ અને એઇડસ વિશે જાગૃતિ ફેલાવતા રહે છે.
વાત ગુજરાતની નથી બધા રાજયોની વાસ્તવિકતા
આ છે. મૂળ ગુજરાતનો આ તહેવાર હોવાથી આંકડા મોટો હોય છે. એક સર્વે સૂચવે છે કે યુવાનો સમગ્ર વર્ષ માટે રાહ જુએ છે કે વાલીઓની આંખોથી દૂર, ના કોઇને શંકા પડે ના કોઇને કોઇ બહાનાબાજી કરવી સીધો રસ્તો સાફ થઇ જાય છે. નવરાત્રિ સાથે સેકસ જેવા શબ્દો વાપરવા ઉચ્ચ નથી. થોડું અજુકતુંલાગે પરંતુ કમનસીબે તો આશ્ર્ચર્યજનક નવરાત્રિ પાછળની વાસ્તવિકતા છે. ત્યાં એક તરફ માતાજીની શકિતનો મહિમા છે તો બીજી તરફ યુવાનોની મસ્તીનું પરિણામ છે. આપણે જોઇએ છીએ કે શહેરમાં ડિસ્કો દાંડિયાનો ક્રેઝ દિન પ્રતિદિન વધતો ગયો છે. આવા સંજોગોમાં સાથે સાથે સમાજમાં દૂષણ પણ વ્યાપી ગયું છે.

NO COMMENTS