મુસ્લિમોમાં ત્રણ તલાક શાદી ખતમ કરવાનો સૌથી ખરાબ અને શર્મનાક રસ્તો : SC

0
44
Triple talaq and the fight between women and religious
Triple talaq and the fight between women and religious

મુસ્લિમોમાં ટ્રિપલ તલાક ના મુદા ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા એ જણાવ્યું કે કેન્દ્ર દરેક પ્રકારના ટ્રિપલ તલાક ની સામે છે. અને તે બહુવિવાદ ની સાથે સાથે લૈગિંગ સમાનતા ઇચ્છે છે. આ મુદા ઉપર સુપ્રીમ કોર્ટે પોતાની તીખી પ્રક્રિયા આપતા જણાવ્યું કે ત્રલ તલાક ઇસ્લામમાં શાદી ખતમ કરવા નું સૌથી ખરાબ અને શર્મનાક રસ્તો છે.
ઉલ્લેખનિય છે કે શરિયત ઉપર આધારીત મુસ્લિમ પર્સનલ લો માં પતિ ત્રણ વાર તલાક બોલી પોતાની પત્નીથી અલગ થઇ શકે છે. હાલના કાનૂન અનુસાર લેખીત રુપથી આવી રીતે તલાક આપી શકાય છે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ જેએસ ખેહર ની અધ્યક્ષતા વાળી પાંચ બેંચો ની પીઠે આ મામલે 7 અરજીઓની સુનાવણી કરી, જેમાં પાંચ મુસ્લિમ મહિલાઓ ને બહુવિવાદ નિકાહ હલાલા અને ત્રણ તલાક સામે દાખલ કરી હતી. ગુરુવારે ઉચ્ચતમ ન્યાયાલે મુસ્લિમ સમુદાય ને પૂછયું કે શું ત્રણ તલાક નો કોઇ વિકલ્પ મૌજૂદ છે યા નથી ? વરિષ્ઠ વકીલ રામ જેઠમલણી એ જણાવ્યું કે ત્રણ તલાક એક તરફી છે. કારણ કે તેનો અધિકાર ફકત મર્દો ની પાસે છે અને સ્ત્રીઓને આ હક નથી. જેઠમલાણીએ દલીલ કરી કે આ નિયમ અનુચ્છેદ 14 નું ઉલ્લંઘન છે. એએસજી મેહતા એ જણાવ્યું કે પીએમે પણ હાલમાં મુસ્લિમ સમુદાય ને આ સમસ્યાનો હલ કાઢવા જણાવ્યું હતું. મુસ્લિમ મહિલા સંગઠનોએ તેને એક તરફી માની જણાવ્યું હતું કે નિયમ મહિલા વિરોધી છે. જેને ખતમ કરી દેવો જોઇએ. તેના દ્વારા મહિલાઓનું શોષણ અને ભેદભાવ થઇ રહ્યો છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS