ટોયલેટ થી લઇને બેડરુમ સુધી સોનાથી મઢેલું છે ટ્રંપ નું વિમાન !

0
216

દુનિયાના સૌથી તાકાતવર દેશ ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અમેરિકા ના સૌથી અમીર રાષ્ટ્રપતિ છે. પરંતુ રિયલ એસ્ટેટ ધંધા માં સૌથી સફળ વ્યાપારી છે. ટ્રંપ ને પોતાના ખાનગી વિમાન ની તસ્વીર પણ અલભ્ય છે. ઘર તો ઠીક ટ્રંપ નું વિમાન પણ કોઇ મહેલ થી ઓછું નથી. ટ્રંપ પાસે બોઇંગ કંપની નં 757 વિમાન છે. વિમાન જોતા જ ખ્યાલ આવી જાય છે કે આ ટ્રંપનું જ વિમાન હોઇ શકે ! કારણ કે પ્લેન ઉપર તેમનું નામ લખેલ છે. અંદર થી વિમાન કોઇ મહેલ થી ઓછું નથી કારણ કે વિમાનની અંદર સજાવટ સોના થી કરવામાં આવેલી છે. વિમાનમાં સીટ બેલ્ટ 24 કેરેટ ગોલ્ડના છે. ઉપરાંત વિમાનમાં જેટલા બટન લાગેલા છે તે પણ સોનાના છે.
વિમાન ની અંદર ટ્રંપ માટે ખાસ બેડરુમ બનાવવામાં આવેલ છે. પરંતુ જોવાલાયક કોઇ ચીજ હોય તો બાથરુમ છે. કારણ કે બાથરુમમાં નળ થી લઇ ને ટબ સુધી સોનાના બનેલા છે. ડાઇનિંગ વિસ્તાર સાથે 57 ઇંચ નું ટીવી પણ લાગેલું છે. પરંતુ બધી જગ્યાએ ડેકોરેશન માટે સોનાનો ઉપયોગ થયો છે. વિમાનની અંદર એટલુ સોનું છે કે તેનો અંદાજો કાઢી નથી શકાય તેમ.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS