તુલસીનો છોડ બતાવી દે છે આપની ઉપર મુશ્કેલી આવવાની છે..?..!!

4
6464

(સુરેશભાઇ ત્રિવેદી-જૂનાગઢ દ્વારા )

આપણે કોઇ દિવસ એ વાત ઉપર ધ્યાન આપ્યું છે કે, આપણાં તેમજ પરિવાર ઉપર કોઇ મુશ્કેલી આવવાની હશે તો તેની પહેલી અસર આપણાં ઘરમાં રહેલા તુલસી ના છોડ ઉપર પડે છે. આપણે તુલસીનું ગમે તેટલું ધ્યાન રાખીએ પરંતુ તે ધીમે ધીમે સુકાવા લાગે છે. તુલસીનું એવું છે કે જે આપણને બતાવે છે કે આપણા તેમજ પરિવાર ઉપર કોઇ સંકટ આવવાનું હોય તો આપણને ખ્યાલ આવી જાય છે કોઇ મુસીબતનો સામનો કરવો પડશે.
પુરાણો અને શાસ્ત્રોકત અનુસાર માનીએ તો જે ઘરમાં મુશીબત આવવાની હોય તે ઘરમાં સૌ પ્રથમ લક્ષ્મી-તુલસી ચાલી જાય છે. કારણ કે જયાં દરિદ્રતા, અશાંત, કંકાશ, કલેશ હોય છે ત્યાં લક્ષ્મીજીનું નિવાસ હોતું નથી. જયોતિષ શાસ્ત્ર મુજબ જોઇએ તો આવું ગ્રહ બુધના કારણે થાય છે. બુધનો કારણ રંગ લીલો છે. અને બુધને ઝાડપાન સાથે સરખાવવામાં આવે છે. બુધ એવો ગ્રહ છે કે જે, સારો અને ખરાબ બન્ને પ્રભાવ પહોંચાડે છે. કોઇ ગ્રહ અશુભ ફળ આપે તો તેનો અશુભ પ્રભાવ બુધનોકારક વસ્તુઓ પર પણ પડે છે. જો કોઇ ગ્રહ શુભ ફળ આપે તો શુભ પ્રભાવ તુલસીના છોડ ઉપર પણ પડે છે. અને તુલસીનો છોડ ઉતરોતર વધે છે. દરરોજ સવારે ભુખ્યાપેટે ચાર પાન તુલસીના ચાવી જવાતી ડાયાબીટીસ, લોહીવિકાર, વાત,પિત, કફ તથા અન્ય રોગો દૂર થાય છે. તુલસીના છોડની સામે દરરોજ બેસવાથી શ્ર્વાસ, દમ, અસ્થમા જેવા રોગો દૂર થાય છે. ઘરમાં તુલસીનો છોડ એટલે એક વૈદ્યરાજ સમાન છે. ઉપરાંત તુલસીનો છોડ વાસ્તુદોષ નિવારણ માટે પણ ઉપયોગી છે.
માણસના જીવનમાં જન્મથી મૃત્યુ સુધી તુલસી કામ લાગે છે. આપણે કદી વિચાર્યું છે કે, આ એક તુલસીનો નાનો છોડ આપણા જીવન તેમજ ઘરના તમામ દોષોને મટાડનાર છે. આપણા જીવનમાં નિરોગી અને સુખમય બનાવવા માટે તુલસી સક્ષમ છે. માતાની સમાન સુખ આપનાર તુલસીનું વાસ્તુશાસ્ત્રમાં પણ એક મહત્વનું સ્થાન છે. આપણે એવા સમાજમાં રહીએ છીએ કે જયાં સસ્તી વસ્તુનું કોઇ સ્થાન નથી. અને મોંઘી વસ્તુને આપણે પ્રતિષ્ઠા સમજીએ છીએ. શાસ્ત્રોમાં તુલસીને પૂજનીય દેવી સમાન માનવામાં આવે છે. તુલસીને આપણે મા કહીએ છીએ. તેમની દરરોજ પુજા પાઠ કરીએ છીએ. તુલસીના ગુણને આધુનિક રસાયણશાસ્ત્રે પણ સ્વીકાર કર્યો છે. અને માને છે કે, તુલસી હવા, સેવન તેમજ સ્પર્શ દીર્ઘાયુ તથા સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. વિશેષ રીતે વાતાવરણને શુદ્ધ રાખે છે.
શાસ્ત્રોકતઅનુસાર તુલસીના જુદા જુદા પ્રકાર હોય છે. શ્રી કૃષ્ણ તુલસી, લક્ષ્મી તુલસી, રામ તુલસી, ભૂ તુલસી, નીલ તુલસી, સફેદ તુલસી, રક્ત તુલસી, વન તુલસી, જ્ઞાન તુલસી, બધા તુલસીના જુદા જુદા ગુણો હોય છે. શરીરમાં નાક, કાન, વાયુ, કફ, ઉધરસ, તાવ અને હદયરોગમાં ખાસ તુલસીનો પ્રભાવ હોય છે. વાસ્તુદોષ દૂર કરવા માટે અગ્નિખુણામાં અથવા દક્ષિણ-પૂર્વ થી વાયવ્ય ઉત્તર-પશ્ર્ચિમ દિશામાં ખાલી જગ્યાએ તુલસીનો છોડ ઉગાડવો જોઇએ. જો ખાલી જગ્યા ન હોય તો કુંડામાં પણ તુલસીને સ્થાન આપી શકાય છે.
તુલસીનો છોડ રસોડા પાસે રાખવાથી પરિવારમાં શાંતિ રહે છે. અને કલેશ દૂર થાય છે. પૂર્વ દિશાની બારી પાસે રાખેલ તુલસીના છોડમાંથી પાન ખવડાવાથી સંતાનનું જીદ્દીપણું દૂર થાય છે. ઘરમાં કોઇ સંતાન નિયંત્રણમાં ન હોય તો પૂર્વ દિશામાં રહેલા તુલસીના છોડમાંથી ત્રણ પાન ખવડાવાથી તે નિયંત્રણમાં આવી જાય છે. કોઇ યુવતીના લગ્નમાં વિલંબ થતો હોય તો, અગ્નિ ખુણામાં રાખેલા તુલસીના છોડને નિત્ય જલ ચડાવી પ્રદિક્ષણા કરવાથી જલ્દી થાય છે. અને યોગ્ય પાત્ર મળે છે.
જો ધંધો બરોબર ન ચાલતો હોય તો દક્ષિણ-પશ્ર્ચિમ દિશામાં વાવેલા તુલસીના છોડ પાસે શુક્રવારે ગરમ કર્યા વગરનું દુધ અપર્ણ કરી મીઠાઇ ધરી અને તે મીઠાઇ કોઇ સુહાગન સ્ત્રીને પ્રસાદી આપવાતી ધંધામાં ચોક્કસ સફળતા મળે છે. નોકરીમાં ઉપરી અધિકારીથી પરેશાની હોય તો ઓફિસમાં કોઇ ખાલી જગ્યાએ અથવા જયાં માટી હોય ત્યાં સવારે સફેદ કપડામાં 16 તુલસીના બીજ બાંધી દાટી દેવાથી નોકરીમાં સન્માન તેમજ પ્રગતી થાશે. દરરોજ પંચામૃત બનાવી ધરની સ્ત્રી શાલીગ્રામ ઉપર અભિષે કરવાથી વાસ્તુદોષ નષ્ટ થાય છે.
અસાધ્ય સોગોને પણ જડમુળમાંથી કાઢી નાખે છે. તુલસી અત્યંત મહત્વપૂર્ણ અને ઉપયોગી છોડ છે. તુલસીના ઘણા બધા ભાગ અલૈકિક અને શકિત તેમજ વિવિધ તત્વોથી ભરેલા છે.તુલસીના છોડમાંથી નીકળતી સુગંધ વાતાવરણમાં શુદ્ધતા રાખવા મહત્વનો ભાગ ભજવે છે. ભારતમાં આયુર્વેદમાં તુલસીનું એક અત્યંત મહત્વનું સ્થાન છે. તુલસીનો સદીઓથી ઔષધીય રીતે ઉપયોગ થતો આવ્યો છે. તુલસીના પાન ઉધરસ,શ્ર્વાસ, વાયુ, કફ, હેડકી, મોઢાની દુર્ગંધને દૂર કરવા પણ ઉપયોગી છે. ઉપરાંત તુલસી બળવર્ધક, માથાનો દુ:ખાવો, યાદ શકિત, આંખની બળતરા, મોઢામાં છાલ પડવા, પેશાબમાં બળતરા જેવા ઘણા પ્રકારના રોગોને દૂર કરવામાં ઉપયોગી છે. તુલીસીમાં નાના રોગોથી માંડી અસાધ્ય રોગો મટાડવાની શકિત છે. જો આપણે તુલસી વિષે જાણી અને તેનો સદઉપયોગ કરીએ તો તુલસીના ગુણો નીચે મુજબ છે.
– સફેદ તુલસી બાળકોને કફ, વિકાર, શરદી, ઉધરસમાં લાભદાયક છે.
– કફને મટાડવા ાટે તુલસીને મરીના પાવડર સાથે લેવાથી લાભદાયક છે.
– ગળામાં સોજો, અથવા ગળાની કોઇ તકલીફ માટે તુલસીના બીજને સાકર સાથે લેવાથી ફાયદો થાય છે.
– તુલસીના પાનને મરી,સુંઠ તથા સાકરનો ઉકાળો બનાવી પીવાથી ઉધરસ, તાવ, શરદી મટે છે.
– પેટમાં દુ:ખાવો તથા પાચનને લગતી સમસ્યામાં તુલસીનો રસ અને આદુ સરખી માત્રામાં મેળવી લેવાથી રાહત મળે છે. તેમજ પાચન તંત્ર સુધરે છે.
– કાનમાં દુ:ખાવા માટે તુલસીના પાનનો રસ કાઢી થોડો ઉકાળી કાનમાં ટીપાં નાખવાથી રાહત મળે છે.
– દરરોજ તુલસીના પાન ચાવીને ખાવાથી લોહી સાફ રહે છે.
– ચામડીના રોગ થવાથી તુલસીના પાનનો રસ, લીંબુ ના રસ સાથે ભેળવી લગાવાથી મટે છે.
– પ્રસવ સમયે તુલસીના પાનનો રસ આપવાથી પ્રસવ પીડા ઓછી થાય છે.
– ઝેરીલા સાપ, જીવજંતુ કરડવાથી તુલસીની જડ વાટી કરડેલ ભાગ ઉપર લગાવાથી રાહત થાય છે.
– ખુજલી, ધાધરમાં તુલસીનો લેપ લગાડવાથી મટે છે.
– સફેદ ડાઘ, ખીલ, કાળા કુંડાળા ઉપર તુલસીના રસમાં લીંબુનો રસ ભેળવી તળકે સુકવી ઘાટું થાય પછી લગાવાથી ચહેરા પર તેજ આવે છે. અને કાળાડાઘ મટે છે.
– તુલસીના માંઝર દુધ સાથે લેવાથી પુરુષમાં બળ, વિર્ય અને સંતાનપ્રાપ્તિની શકિતમાં વધારો થાય છે.
– તુલસીના પ્રયોગથી મેલેરીયાનો તાવ પણ દૂર થાય છે.
– તુલસીનું સરબત પીવાથી મન શાંત રહે છે.
-આળશ, નિરાશા, કફ, માથાનો દુ:ખાવો, શરદી, ઉધરસ માટે તુલસીના પાન અકસીર માનવામાં આવ્યા છે.
તુલસી વિષેની આ જાણકારી પુરાણો તથા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે.

4 COMMENTS

  1. Attractive section of content. I just stumbled upon your site and in accession capital to
    assert that I acquire in fact enjoyed account your
    blog posts. Anyway I will be subscribing to your augment and
    even I achievement you access consistently fast.

Comments are closed.