તુર્કીમાં લગ્નસમારોહમાં આતંકી હુમલો : પ0 મોત

0
69

સીરિયા થી દક્ષિણ પશ્ર્ચિમી તુર્કી ના ગાજિયનટેપ શહેરમાં એક લગ્નસમારોહ માં શનિવારે રાત્રે ખૂંખાર આતંકી સંગઠન આઇએસ દ્વારા આત્મઘાતી બોંબ વિસ્ફોટ કર્યો હતો. આમાં ઓછામાં ઓછા 50 લોકોની મોત થઇ છે. જયારે ઘણા લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ આઇએસ આત્મઘાતી હુમલાખોરે લગ્ન સમારોહમાં જોડાયેલા મહેમાનોની ભીડ માં વચ્ચે વિસ્ફોટ કર્યો હતો. તુર્કી ના રાષ્ટ્રપતિ રિસેપ તૈયબ અર્દોઆને જણાવ્યું કે ગાજિયનટેપ માં થયેલ આત્મઘાતી હુમલામાં આઇએસનો હાથ હોઇ શકે છે. આતંકી સંગઠનને લગ્નસમારોહમાં મોટી સંખ્યામાં જોડાયેલ કુર્દી સમાજના લોકો નિશાના બનાવી બોમ્બ વિસ્ફોટ કર્યો છે. આ વર્ષ તુર્કી માટે ભયાનક સાબિત થયુ છે. 15 જુલઇએ પણ સતા બદલાતા હુમલા થયા હતા. આ બાબતે ઇસ્લામિક આતંકીઓને જવાબદાર ગણાવ્યા છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS