ભારતમાં બેરોજગારી વધવાના અણસાર:- યુનાઇટેડ નેશન

0
82
unemployment in India
unemployment in India

નવી દિલ્હી:- મોદી સરકારે સત્તામાં આવવા માટે રોજગાર આપવાના ઘણા બધા વાયદા આપ્યા હતા પણ આંતરાષ્ટ્રીય એન્જસીઓ ના મત મુજબ ભારતમાં રોજગાર વધવા કરતા ઘટી રહ્યો છે. યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન દ્વારા બહાર પડેલા એક રિપોર્ટના અનુસાર દેશમાં બેરોજગારીની સમસ્યાનો હજુ સુધી હલ દેખાયો નથી. વર્ષ ૨૦૧૭-૧૮ માં ભારતમાં બેરોજગારી વધવાના સંકેતો મળવાના શરુ થઇ ગયા છે. યુનાઇટેડ નેશનની લેબર રિપોર્ટમાં કહ્યું છે કે ભારતમાં નવી નૌકરી ખુલવાનો સિલસિલો બંધ થઇ ગયો છે. યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગનાઈઝેશનની જારી રિપોર્ટમાં દર્શાવ્યું છે કે દેશમાં અર્થવ્યવસ્થાની ઝડપ ધીમી હોવાને કારણે તેની સીધી જ અસર રોજગાર પર પડશે. બહાર પડેલા આંકડામાં  જણાવ્યું છે કે ભારતમાં હાલની બેરોજગારી૧ કરોડ ૭૭ લાખ સુધી પોહચી ગઈ છે જે ૨૦૧૭માં વધીને ૧ કરોડ ૭૮ લાખ અને તે પછી ના વર્ષે ૧ કરોડ ૮૦ લાખ સુધી પોહ્ચવાની આશંકા છે. હાલમાં જ સરકાર તરફતી જાહેર અનુમાન મુજબ જાણવા મળ્યું છે કે નોટબંધી ને કારણે દેશની જીડીપી ૭.૬ ની જગ્યાએ ૭.૧ રહેવાનો અનુમાન છે. હાલાકી આ આંકડાનું અનુમાન નોટબંદી પહેલાના આંકડાઓ સામેલ છે.

NO COMMENTS